મોરબી-રાજકોટ હાઇવે પર ટ્રિપલ અકસ્માત, 2ના મોત, 5 ઈજાગ્રસ્ત

રાજકોટના ટંકારા નજીક મોરબી રાજકોટ હાઈવે એકસાથે ટ્રિપલ અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે. હાઈવે પર બસ, કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2ના મોત થયા છે.

હાઈવે પર ટંકારા નજીક અકસ્માત થયો હતો, જેમાં એસટી બસ પલટી ખાઈ ગઈ હતી. અને કાર તથા બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારનો આગળનો ભાગ સાવ તૂટી ગયો હતો. એસટી બસ પલટી ખાઈ જતા 2 લોકોના મોત થયા છે અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઈજાગ્રસ્ત લોકોને જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જો કે ઈજાગ્રસ્તોની સ્થિતિ પણ ગંભીર છે. ઉલ્લેખનીય છે કે અકસ્માત સાંજના સમયે હાઈવે પર થયો હોવાથી ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો અને લોકોના ટોળા વળી ગયા હતા. લોકોએ 108ને ફોન કરતા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા.

You might also like