વરસાદમાં ભારતના આ Water Falls ની કરો મુલાકાત

તમે પણ વરસાદમાં ક્યાંય ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો દરિયા કિનારા અને પહાડો કરતાં વોટરફોલ્સ જોવા જાવ. ઊંચાઇથી પડતાં પાણીનો અવાજ તમને જરૂરરથી પસંદ આવશે અને લાંબા સમય સુધીનો આ એક્સપીરિયન્સ તમે ભૂલી પણ શકશો નહીં. અમે તમને જણાવી રહ્યા છીએ એવા વોટરફોલ્સ જ્યાં તમારે જરૂરથી જવું જોઇએ.

1. જોગ ફોલ્સ
કર્ણાટકના જંગલોની વચ્ચે છે જોગ ફોલ્સ. શ્રાવથી નદી 4 ધોધ બનાવે છે- રાજા, રાણી, રોવર અને રોકેટ. આ 4 ધોધ મળીને ગ્રેડ વોટરફઓલ જોગ ફોલ્સને બનાવે છે.

jog-waterfall

2. દૂધસાગર ફોલ્સ
સ્થાનિક લોકો કહે છે કે ગોવા વરસાદની સિઝનમાં ખૂબ સુંદર લાગે છે એવું કોઇ સિઝનમાં લાગતું નથી. ગોવાનો દૂધસાગર ફોલ્સ દુનિયાભરમાં ખૂબ જાણીતો છે. વરસાદની સિઝનમાં આ ધોધ વધારે સુંદર લાગે છે.

dudhsagar-falls

3. અથિરાપિલ્લી ફોલ્સ
દુનિયાનો સૌથી જાણીતો ફોલ્સ નાયગ્રા ફોલ્સ છે અને અથિરાપિલ્લીને ભારતમો નાયગ્રા ફોલ્સ કહેવામાં આવે છે. એની પાછળ કારણ છે એનો 330 ફીટ પહોળો અને વિશાળ દ્રશ્ય. આ ફોલ્સ કેરલના થ્રીસ્સુરમાં આવેલો છે.

kerala-waterfall

4. ચિત્રકુટ ફોલ્સ
આ ભારતનો સૌથી ભવ્ય અને જોરદાર વોટર ફોલ છે જે અદ્ભભુત 520 ફીટના એરિયામાં ફેલાયેલો છે. અહીંયા આશરે 100 ફીટની ઊંચાઇથી પાણી નીચે પડે છે.

chitrakoot-falls

http://sambhaavnews.com/

You might also like