ત્રિરંગો અને 125 કરોડ લોકોનાં સપના જ મુડી : મોદી

નવી દિલ્હી : નવી દિ્લહી એનસીસી કેડેટ્સને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ તિરંગા અને 125 કરોડ લોકોનાં સપનાઓ દ્વારા તમને લોકોને બાંધીને રાખી શકે છે. તમે દેશનાં ખુણેખુણેથી આવ્યા છે. અલગ અલગ સમુદાય સાથે જોડાયેલા છે. પરંતુ આ દેશની સંસકૃતીક એકતા અને વિવિધતા આપણે એક તાતણે બાંધી રાખે છે. તેમણે કહ્યું કે એનસીસીનાં સભ્ય હોવું એક અલગ જ અનુભવ છે. જીવનને દેશ માટે સમર્પિત કરવું એક એવો અનુભવ છે જેને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. વડાપ્રધામ મોદીએ કહ્યું કે દેશનાં માટે મરવાની તક દરેક વ્યક્તિનાં નસીબમાં નથી હોતી. પરંતુ તમામ લોકોનાં જીવનમાં અમુક ખાસ પ્રસંગ આવે છે જેનો ઉપયોગ દેશની ભલાઇ માટે થવો જોઇએ.
વડાપ્રધાન મોદીએ દેશમાં તથાકથિત અસહિષ્ણુતા અંગે કહ્યું કે અમે લોકો બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મશતી મનાવી રહ્યા છીએ. આ સૌભાગ્યની વાત છે. તેમણે પોતાનાં જીવનમાં ન જાણે કેટલાય તિરસ્કાર સહ્યા પરંતુ ક્યારે પણ કોઇ વ્યક્તિ માટે હૃદયમાં દુર્ભાવનાં નથી રાખી. જેઓ આજીવન તમામ કષ્ટો સહેતા રહ્યા તમામ લોકો અંગે વિચારતા રહ્યા.
વડાપ્રધાને કહ્યું કે ડૉ.આંબેડકરનાં જીવનમાં અથાક પરિશ્રમ કર્યા અને તે સાબિતકરી દીધું કે કોઇ પણ કામ અશક્ય નથી. તેમનાં જીવન પરથી આપણે લોકોએ જરૂર કાંઇક ને કાંઇક શિખતા રહેવું જોઇએ. આપણે મોટા મોટા સપના જોઇ પણ શકીએ છીએ અને તેને સાકાર પણ કરતા રહીએ છીએ.

You might also like