જયલલિતાને શ્રદ્ધાંજલી સમયે વિધાનસભામાં રડી પડ્યા મંત્રીઓ

ચેન્નાઇ : તમિલનાડુ વિધાનસભામાં મુખ્યમંત્રી ઓ.પનીરસેલ્વમ અને દ્રમુક નેતા એમ.કે સ્ટાલિન સમહિત અન્ય સભ્યોએ પૂર્વ મુખ્યમંત્રી તથા અન્નાદ્રમુક મહાસચિવ જયલલિતાને આજે શ્રદ્ધાંજલી આપી. પનીરસેલ્વમ, સ્ટાલિન અને અન્ય સભ્યોએ જવુ જયલલિતાનાં શાનદાર કરિયરને યાદ કર્યું તો કેટલાક મંત્રી અને ધારાસભ્યો ભાવુક થઇ ગયા અને તેમની આંખોમાં આંસુ છલકી પડ્યા હતા.

જયલલિતાનું હૃાર્ટ એટેકનાં કારણે ગત્ત પાંચ ડિસેમ્બરે નિધન થઇ ગયું હતું. 75 દિવસ સુધી હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી હતી. ત્યાર બાદ રિકવરીનાં સમાચાર આવ્યા હતા. જો કે અચાનક તેઓનું મોત નિપજ્યું હતું.

પનીરસેલ્વમે એક પ્રસ્તાવ રજુ કરતા પોતાના ભાષણમાં પાંચ ડિસેમ્બરે તમિલનાડુના માટે કાળો દિવસ ગણાવ્યો હતો. તેમણે જયલલિતાનાં રાજનીતિક કરિયરને યાદ કર્યું હતું. તેઓ વર્ષ 1983માં પોતાનાં રાજનીતિક ગુરૂ અને અન્નાદ્રમુક સંસ્થાપર એમજી રામચંદ્રનનાં કહેવાથી રાજનીતિમાં આવ્યા હતા.

You might also like