Categories: Gujarat

ટેબલેટ, જીપીએસથી શહેરના વૃક્ષોની ગણતરી હાથ ધરાશે

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ઘટતા જઇ રહેલા ગ્રીન કવરને વધારવા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇટેક પદ્ધતિ અપનાવશે. કયા વિસ્તારમાં કેટલાં ઓછાં વૃક્ષ છે અને કયા વિસ્તારમાં વધુ વૃક્ષ છે તેની ચોક્સાઇ સાથેની ગણતરી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન પહેલી વાર જીપીએસ અને જીઆઇએસ પદ્ધતિથી વૃક્ષોની ગણતરી કરવાનો અભિગમ અપનાવશે.

આગળના સમયમાં થયેલા વૃક્ષારોપણની સફળતાનું પ્રમાણ કેટલું છે વગેરે બાબતો ગણતરીમાં ધ્યાને લેવાશે. ગ્રીન કવર અમદાવાદમાં ઓછું હોવાના કારણે તેમાં વધારો કરી ૧૦ના બદલે ર૦ ટકા વધુ વૃક્ષારોપણ કરવું પડે તેમ છે. ચોમાસાની શરૂઆત થઇ રહી છે ત્યારે કોર્પોરેશન સૌપ્રથમ નવા વૃક્ષારોપણ માટે ધ્યાન કે‌િન્દ્રત કરશે.

તાજેતરમાં મેયર ગૌતમ શાહે ૪૦ જેટલી સંસ્થાઓ સાથે બેઠક કરીને ગ્રીન એકશન પ્લાન તૈયાર કર્યો છે, જેમાં કોર્પોરેશનની ખુલ્લી જમીનો પર વૃક્ષારોપણ સહિત શહેરના જુદા જુદા ચાર રસ્તા પર ફૂલ-છોડ, પ૦૦૦ જેટલા તુલસીના રોપાનું વિતરણ વગેરેથી ગ્રીન કવર વધારવાનો પ્રયાસ કરાશે તેમજ ‘ગ્રીન એપ’ પણ બનાવવામાં આવશે.

મ્યુનિ. બગીચા વિભાગના ડાયરેક્ટર જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે સૌપ્રથમ ચોમાસાની શરૂઆતમાં નવાં વૃક્ષોનું રોપણ કરી ગ્રીન કવર વધારવામાં આવશે. ત્યારબાદ નવી હાઇટેક પદ્ધતિથી ગણતરીનું કામ હાથ ધરાશે.
આ માટે શહેરમાં ૧ ચો.કિ.મી.માં ૩૦૦ બ્લોક બનાવી તેમાં કયાં કેટલા વૃક્ષ છે તેની ગણતરી કરીને તમામ બ્લોકને ‌ડિજીટલ નકશામાં દર્શાવવામાં આવશે.

દરેક બ્લોકદીઠ સર્વેયરની નિમણૂક કરીને તેને ટેબ્લેટ આપવામાં આવશે. જે જગ્યા પર વૃક્ષ નોંધવામાં આવશે તે આપોઆપ જીઆઇએસ અને જીપીએસના કારણે સ્થળ અને સમયની સાથે આવી જશે અને ટેબ્લેટથી હવે વૃક્ષોના ફોટા લેવાશે અને ગણતરી થશે.

Krupa

Recent Posts

રે મૂરખ મનવા, મહાભારતનું ગાન કર

પાંચમા વેદ મહાભારતને ઘરમાં રાખવા અને તેના પઠનને કોણે અને ક્યારે વર્જિત ગણાવ્યો છે? મહાભારતનું ગાન થતું ત્યારે લોકહૃદયમાં તેનાં…

8 hours ago

Ahmedabad: એક અનોખું આર્ટ એક્ઝિબિશન

અમદાવાદમાં સૌપ્રથમ વાર ચેપલની અંદર આર્ટ એક્ઝિબિશન કરવાનો અનોખો પ્રયાસ નીના નૈષધ- નીકોઇ ફાઉન્ડેશન તથા કોલકાતાના સિગલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં…

8 hours ago

Public Review: ટોટલ ટાઈમપાસ ધમાલ ફિલ્મ

ફિલ્મમાં દરેક એક્ટર્સે સરસ પર્ફૉર્મન્સ આપ્યું છે. અજય દેવગણ,અનિલ કપૂરે પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે. માધુરી દીક્ષિત…

8 hours ago

24 કલાક પાણી મળતાં મળશે, અત્યારે હજારો શહેરીજનો ટેન્કર પર નિર્ભર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના રૂ. ૮૦૫૧ કરોડના બજેટને ભાજપના શાસકોએ 'મોર્ડન અમદાવાદ'નું બજેટ તરીકે જાહેર કર્યું છે.…

9 hours ago

બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટમાં પાંચ દિવસ સુધી સુધારો થઈ શકશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી…

9 hours ago

IOC બિલ કૌભાંડની તપાસથી મુખ્ય રોડનાં કામ ખોરવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બે વર્ષ અગાઉ ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડને ઓછા-વધતા અંશમાં નુકસાન થતાં સમગ્ર…

9 hours ago