તિજોરીમાં ચાવી રહી ગઈ અને તસ્કરનું કામ સરળ બની ગયું

અમદાવાદ: રાત્રે સૂતી વખતે ઘરની તિજોરીમાં ચાવી ભરાવી રાખવાનું બેન્ક મેનેજરને ભારે પડ્યું છે. પાલડી વિસ્તારમાં મોડી રાત્રે તસ્કરે ઘરમાં ઘૂસી તિજોરીમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ પ.૬ર લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. પાલડી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર પાલડી વિકાસ ગૃહ રોડ પર આવેલી મંગલ પાર્ક સોસાયટીમાં કૃણાલ રાજેન્દ્રભાઇ વાદી (ઉ.વ.૩૯) પોતાના પરિવાર સાથે રહે છે. કૃણાલભાઇ નવરંગપુરા ખાતે એચડીએફસી બેન્કમાં મેનેજર તરીકે નોકરી કરે છે. રવિવારે રાત્રે કૃણાલભાઇ પરિવાર સાથે રાજપથ કલબમાં એક ફંકશનમાં ગયા હતા. મોડી રાત્રે તેઓ ઘરે પરત આવી પહેલા માળે બાલ્કનીમાં પરિવાર સાથે સૂઇ ગયા હતા.

વહેલી સવારે કૃણાલભાઇનાં પતિની ફોરમબહેને જાગીને જોતાં નીચેની તરફ જવાનો દરવાજો ખુલ્લો હતો. જેથી તેઓઓ બેડરૂમમાં જઇને જોતાં તિજોરી ખુલ્લી હતી. અજાણી વ્યક્તિએ ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી સોના, ડાયમંડ અને ચાંદીનાં ઘરેણાં અને રોકડ રૂપિયા ૧પ૦૦૦ મળી કુલ પ.૬ર લાખની મતાની ચોરી કરી હતી. રાત્રે સૂતી વખતે તિજોરીમાં જ ચાવીઓ ભરાવી રાખી હતી. જેથી તસ્કરોનું કામ આસાન થઇ ગયું હતું. પાલડી પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like