ભારતની એક માત્ર એવી જગ્યા, જ્યાંથી સૂર્ય અને ચંદ્રને નિહાળો એકસાથે

કશ્મીરથી કન્યાકુમારી સુધી…. સમગ્ર દેશની વાત કરવામાં આવે ત્યારે જરૂરી છે કે સામાન્ય રીતે આ જગ્યાની વાત અવશ્યપણે થતી જ હોય છે. દેશનાં બે છેડાંઓ પર આવેલ આ વિસ્તાર માત્ર કુદરતી સૌંદર્યની સાથે સાથે પ્રવાસીઓને માટે પણ બેસ્ટ સ્થળ છે. કન્યાકુમારી એટલે કે જેને ધાર્મિક સ્થળનાં રૂપમાં માન્યતા આપવામાં આવે છે પરંતુ આ શહેર આસ્થા સિવાય કલા અને સંસ્કૃતિ માટેનું પણ ઉત્તમ પ્રતીક છે.

ત્રણ સમુદ્રો કે જેમાં હિંદ મહાસાગર, અરબ સાગર, બંગાળની ખાડીનાં સંગમ પર સ્થિત આ શહેર “એલેક્જેડ્રિયા ઓફ ઇસ્ટ” પણ કહેવામાં આવે છે. દૂર-દૂર સુધી ફેલાયેલ સમુદ્રની વિશાળ લહેરોની વચ્ચે આપને અહીંયાથી જે સૌથી વધુ આકર્ષિત દ્રશ્ય સર્જાય છે તેમાં અહીંયાનું સૂર્યોદય અને સૂર્યાસ્તનું નજરાણું. ચારેબાજુ પ્રકૃતિનાં અનંત સ્વરૂપને જોઇને એવું લાગે છે કે જાણે કે પૂર્વમાં સભ્યતાની શરૂઆત અહીંયાથી થઇ હતી.

ચાંદ અને સૂર્યનો એક સાથેનો નજારો!
જો કદાચ એમ કહેવામાં આવે તો કન્યાકુમારી આવવાનાં સૌથી મોટાં કારણોમાં આ પણ એક મોટું કારણ છે કે કુદરતની સૌથી આકર્ષિત ચીજ જોવામાં આવે છે તો પણ તે કંઇ ખોટું નથી. આ અનોખું સૌંદર્ય છે ચાંદ અને સૂર્યનો એક સાથે જોવા મળતો નજારો. પૂર્ણિમાનાં દિવસે આ નજારો વધારે આકર્ષિત લાગતો હોય છે.

હકીકતમાં પશ્ચિમમાં સૂર્યને અસ્ત થતા અને ઉગતા ચાંદને જોવાનો એક અદભુત સંયોગ માત્ર અહીં જ જોવાં મળે છે. 31 ડિસેમ્બરની સાંજે આ વર્ષને અલવિદા કરો અને આગામી દિવસે ફરી વાર ત્યાં જ જઇને નવા વર્ષનું આગમન કરીને એક અદભુત આનંદ માણી શકો છો. અને એ તો હકીકત છે કે આ દ્રશ્ય હકીકતમાં એટલું બધું સુંદર હોય છે કે તેને જોવાનું એક અલગ જ રોમાંચ હોય છે.

You might also like