આ દેશમાં ક્યારેય નથી થતી રાત, આ છે દુનિયાનો સૌથી HAPPY દેશ..

હરવા-ફરવા નો શૌખીનો વધારે પડતા આવી જગ્યાએ ફરવાનુ પસંદ કરે છે. જ્યાં તેમને નાઈટલાઈફ માણવાનો મોકો મળે. ત્યા જઈને તમે દિવસે જ નહી પરંતુ રાત્રે પણ ફરી શકો જેથી તમારી મજા બમણી તઈ જાય. આજે અમે તમને એવી જગ્યાના વારામાં બતાવવા જઈ રહ્યા છે, જ્યા રાત્ર નથી થતી. તે જગ્યાનુ નામ છે ફિનલેન્ડ.

આટલુ ખાસ છે ફિનલેન્ડ
ફિનલેન્ડમાં દિવસ અને રાતનુ ચક્કર વધારે પડતા લોકોને ખબર પડતી નથી. અહીંના ઘણા વિસ્તારોમાં 23 કલાક સુર્ય ઉગે છે અને ઘણી જગ્યા એવી પણ છે જ્યા સતત 51 દિવસ સુધી રાત જ રહે છે. ફિનલેન્ડના વારામાં ઘણી બીજી એવી બાબતો પણ છે, જે તમને હેરાન કરી મુકશે. ત્યાં મે થી ઓગસ્ટ સુધી સુર્યાસ્ત નથી થતો. એટલે કે રાતના સમયે પણ સુર્ય આભમાં ચમકતો રહે છે.

બસ, તેનો રંગ નારંગી થઈ જાય છે. ડિસેમ્બર થી જાન્યૂઆરીના મહિનામાં ફિનલેન્ડના ઘણા વિસ્તારોમાં સુર્ય ઉગતો જ નથી. મોબાઈલ બનાવનાર કંપની નોકિયા અને દુનિયાને એન્ગ્રી બર્ડ ગેમ આપનાર રેવિયો કંપની પણ ફિનલેન્ડની જ છે. આટલુ જ નહી, ફિનલેન્ડે જ દુનિયાને પહેલો ઈન્ટરનેટ બ્રાઉસર આપનાર છે.

અહીંના સ્પોર્ટસ છે સૌથી અલગ
અહીં ઘણા અજીબો-ગરીબ રમત રમાય છે અને પ્રતિયોગિતાઓ પણ થાય છે. જૂલાઈમાં અહીં વાઈફ કેરીંગ ચેમ્પિયનશીપ યોજાય છે. એટલે કે પત્નીને પીઠ પર ઉઠાવીને દોડવાની પ્રતિયોગીતા. આ ખેલના વિજેતાને ઈનામ તરીકે તેના પત્નીના વજન બરાબર બિયર આપવામાં આવે છે. આ રમતમાં ડેનમાર્ક, હોંગ કોંગ, ઓસ્ટ્રેલિયા અને બીજા ઘણા દેશોથી કપલ ભાગ છે. આના સિવાય અહીં પોતાના મોબાઈલ ફોન ફેંકવાની પ્રતિયોગીતા પણ થાય છે.

You might also like