ચિત્તોડગઢની જેમ રાજસ્થાનનાં આ મહેલમાં પણ મહિલાઓએ કર્યું હતું જોહર, હવે બન્યું આકર્ષણનું કેન્દ્ર

રિલીઝ પહેલાં જ વિવાદોમાં ઘેરાયેલ ફિલ્મ “પદ્માવત”નાં કારણે ચિત્તોડગઢનો કિલ્લો આજકાલ વધારે ચર્ચામાં રહ્યો છે. ત્યારે આ તણાવને લઇ ચિત્તોડગઢનાં કિલ્લાને પણ બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે બાદમાં આ કિલ્લાને ખોલી દેતાં રાજસ્થાનનાં પર્યટનનાં સ્થળોમાં આ કિલ્લો સૌથી ઉપર છે.

એવું માનવામાં આવે છે કે આ કિલ્લામાં જ રાની પદ્માવતીએ મહેલમાં અનેક મહિલાઓ સાથે જોહર કરી લીધું હતું. આ કિલ્લાની જેમ જ રાજસ્થાનનાં ઝાલવાડામાં આવેલ ગાગરોન કિલ્લો પણ ઘણો પ્રસિદ્ધ છે. ઇતિહાસકારોનું કહેવું છે કે આ કિલ્લામાં પણ રાનીની સાથે અનેક મહિલાઓએ જોહર કરી લીધું હતું.

પાણીથી ચારે તરફ ઘેરાયેલ છે આ કિલ્લોઃ
ગાગરોન કિલ્લાનું નિર્માણકાર્ય ડોડ રાજા બીજલદેવે બારમી સદીમાં કરાવ્યું હતું અને 300 વર્ષ સુધી અહીં ખીચી રાજા રહ્યાં. અહીં 14 યુદ્ધ અને 2 જોહર થયાં છે. ઉત્તર ભારતનો એક માત્ર આ એક એવો કિલ્લો છે કે જે ચારે બાજુ પાણીથી ઘેરાયેલ છે.

આ કારણોસર આને જલદુર્ગનાં નામથી પણ ઓળખવામાં આવે છે. આ એક એવો કિલ્લો છે કે જેનાં ત્રણ ભાગ છે. દરેક કિલ્લાનાં બે ભાગ છે. આ સિવાય આ ભારતનો એક માત્ર એવો કિલ્લો છે કે જેને પાયા વગર તૈયાર કરવામાં આવેલ છે.

અચલદાસ ખીંચી માળવાનાં ઇતિહાસ પ્રસિદ્ધ ગઢ ગાગરોનનાં અંતિમ રાજા હતાં. 1423 ઇ. મે માંડૂનાં સુલ્તાન હોશંગશાહે 30 હજાર ઘોડેસવાર, 84 હાથી અને અસંખ્ય સેના જેવાં અમીર રાવ અને રાજાઓ સાથે આ ગઢને ઘેરી લેવામાં આવ્યો હતો.

રાજા ઘણી બહાદુરીથી લડ્યાં હતાં પરંતુ અંતમાં એમને દગો કરીને મારી નાખવામાં આવ્યાં. ત્યારે પોતાની તરફ આવતા જોઇને માળવા રાનીએ મહેલની મહિલાઓ સાથે મળીને જોહર કરી લીધું હતું.

કિલ્લામાં દેખવાલાયક જગ્યાઓઃ
કિલ્લાની અંદર ગણેશ પોલ, નક્કારખાના, ભૈરવી પોલ, કિશન પોલ, સિલેહખાનાનો દરવાજો જેવાં મહત્વપૂર્ણ દરવાજા છે. આ સિવાય દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, જનાના મહેલ, મધુસૂદન મંદિર, રંગમહેલ વગેરે દુર્ગ પરિસરમાં બનેલ અનેક ઐતિહાસિક જગ્યાઓ છે.

કેવી રીતે ત્યાં પહોંચવું?
તમે ઝાલવાડા રેલ્વે સ્ટેશન પર ઉતરીને અહીંથી બસ અથવા ટેક્સીની મદદ દ્વારા 14 કિલોમીટર દૂર વસેલ ગાગરોન કિલ્લામાં જઇ શકો છો. ત્યાં બીજી બાજુ ફ્લાઇટથી જવા માટે તમે રાજા ભોજ એરપોર્ટ (ભોપાલ)માં જઇ શકો છો. આપને અહીં આવવા મહાનગરોથી વોલ્વો બસ પણ મળી શકે છે. તમારે અહીં જવા માટેનો ઉત્તમ સમય છે નવેમ્બરથી માર્ચ.

You might also like