ભારતમાં આ જગ્યાઓ પર જઇને મનાવો હોળી

જો તમે પણ દર વર્ષે હોળીનો તહેવાર ઘરે રહીને મિત્રો અથવા પરિવારના લોકો સાથે મનાવો છો તો આ વખત કંઇક અલગ કરો. દેશમાં અલગ અલગ જગ્યાઓ પર હોળીનો તહેવાર અલગ અળગ રીતે ઉજવવામાં આવે છે. એવામાં તમે પણ આ જગ્યા પર જઇને હોળીના તહેવારની મજા બમણી કરી શકો છો.

1. મથુરા-વૃંદાવન
મથુરા-વૃંદાવનની ફૂળોની હોલી દુનિયાભરમાં જાણીતી છે. અહીંયા હોળીનો તહેવાર એક સપ્તાહ સુધી ઉજવવામાં આવે છે. અહીંયા તમે ખાવા પીવાની મજા માણી શકે છે.

2. બરસાનાની હોળી
યૂપીના બરસાનાની હોળી જોવા માટે દેશમાંથી નહીં પરંતુ વિદેશમાંથી પણ લોકો આવે છે. અહીંની લઠ્ઠમાર હોળીનો અંદાજ ખૂબ જ અળગ હોય છે અને અહીંયા 3 દિવસ સુધી હોળી રમવામાં આવે છે.

3. શાંતિનિકેતન
પશ્વિમ બંગાળનું પ્રસિદ્ધ વિદ્યાલય શાંતિનિકેતન છે અને અહીંયા સાંસ્કૃતિક અને પારંપારિક અંદાજમાં ગુલાલ અને અબીરની હોળી રમવામાં આવે છે.

4. આનંદપુર સાહિબ
હોળીનો કંઇક અલગ રંગ દેખવા ઇચ્છો છો તો પંજાબના આનંદપુર સાહિબ જરૂરથી જાવ. અહીં તમને સિખ અંદાજમાં હોળીના રંગની જગ્યાએ કરતબ અને કલાબાજી જોવા મળશે. જેને હોલા મહોલ્લા કહેવામાં આવે છે.

5. ઉદેયપુર
જો તમે હોળીને શાહી અંદાજમાં ઉજવવાના મૂડમાં છો તો ઉદેયપુર તમારી આ ઇચ્છાને પૂરું કરી શકે છે. અહીંયા હોળી ખૂબ ભવ્યતાની સાથે ઉજવવામાં આવે છે.

6. દિલ્હીની હોળી
દિલ્હીની હોળીનો રંગ કંઇક અલદ અને ખૂબ મજેદાર હોય છે. અહીંયા રંગોની સાથે સુર અને સંગીતની ધૂમ રહે છે. અલગ અળગ જગ્યા પર હોળી ના પ્રોગ્રામ તમને અહીંયા આવવાનું નિમંત્રણ આપે છે.

7. પુરુલિયાની હોળી
પશ્વિમ બંગાળનું એક નાનું ગામ પુરુલિયામાં પણ હોળી ખૂબ અલગ રીતે ઉજવવામાં આવે છે. હોળીના દિવસે પારરંપારિક નૃત્ય અને સંગીતની મજા લઇ શકાય છે.

8. હમ્પીની હોળી
હોળી આમતો ઉત્તર ભારતનો તહેવાર છે પરંતુ એનો એક રંગ કર્ણાટક ના હમ્પીમાં પણ જોવા મળે છે. હોળીમાં ફરવા માટે હમ્પી પણ જોઇ શકો છો.

http://sambhaavnews.com/

You might also like