અમરનાથ યાત્રા દરમિયાન આ 5 ફળ રાખો સાથે યાત્રા થશે સફળ…

અમરનાથની યાત્રાને લઇને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. દરેક ભક્તો એવું ઇચ્છતા હોય છે કે કોઇપણ વિધ્ન વિના બાબાના આશીર્વાદ મળી જાય. અમરનાથ યાત્રા 26 ઓગસ્ટ સુધી ચાલવાની છે. આમ અમરનાથ યાત્રા સમયે જો તમે આ પાંચફળ તમારી સાથે રાખો તો સમજો યાત્રા સફળ થઇ.

ખરેખર તો અમરનાથ યાત્રા પર ઉપર ચઢતાની સાથે ધીરે-ધીરે ઓક્સિજન લેવલ ઓછો થવા લાગે છે. એવામાં તમારી પાસે 5 વસ્તુ જો હોય તો ઓક્સિજન લેવલ વધારવામાં મદદ કરી શકે છે. આ પાંચ માં પ્રથમ લીંબુ તમારી પાસે હોવું જરૂરી છે.

લીંબુનું સેવન કરવાથી તમારા શરીરની અંદર અલ્કલાઇન બનવાની શરૂઆત થાય છે. જેના કારણે વ્યક્તિને ફ્લુ જેવી ઘણી બિમારીઓમાં રાહત મળી શકે છે. એટલું જ નહીં લીંબુ વિટામીન સી થી ભરપુર હોય છે તેમજ ઓક્સિજનની માત્રા ભરપુર હોય છે.

તડબુચ લાઇકોપીન, બીટા કૈરોટીન અને વિટામિન સીનો ઘણો મોટો સ્ત્રોત છે. અમરનાથ યાત્રા દરમિયાન આ ફળ તમારી મદદ કરી શકે છે. મીઠા સફરજ ફાઇબરથી ભરપુર હોય છે. જો તમે તમારા શરીરમાં બ્લડ ઓક્સિજનનું સ્તર વધારવા માગો છો તો સફરજન ખાવું જોઇએ.

મીઠુ દ્રાક્ષ, નાશપતી, કિશમિસ આ બધા વિટામિન એ, બી, સી તેમજ એન્ટોકિસડેન્ટથી ભરપુર હોય છે. આ ફળોનું સેવન કરવાથી શરીરમાં લોહીનો પ્રવાહ સારી રીતે થાય છે.

You might also like