ટ્રાવેલનો મોટાભાગનો સમય ફેસબુક પર પસાર કરે છે ભારતીય પર્યટકો

ભારતમાં મોટાભાગના લોકો પર્યટક યાત્રા દરમિયાન પોતાનો સમય ફેસબુકનો ઉપયોગ કરીને પસાર કરે છે. એક સંશોધન મુજબ આ માટેનો ખુલાસો થયો છે કે ભારતીય પર્યટકો ખુરશી પર આરામ કરવાની જગ્યાએ 50 ટકા વધારે ફેસબુક સાથે પસાર કરે છે.

દુનિયાના 31 દેશોના 9200 પર્યટકો પર કરવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર, યાત્રા કરતી વખતે રજાઓ દરમિયાન લોકો સોશિયલ મીડિયા પર વધારે સમય પસાર કરે છે, પોતાના મોબાઇલથી યાત્રા માટે જરૂરી ચીજવસ્તુઓ શોધ્યા કરે છે અને પોતાના સાથી યાત્રીઓની જગ્યાએ ફેસબુક પર ચીપકતાં રહેવા જોવા મળે છે.

વેબસાઇટ પર રજૂ થયેલા નિવેદનમાં 95 ટકા ભારતીય પર્યટકો યાત્રા દરમિયાન મોટાબાગનો સમય સોશિયલ સાઇટની જગ્યાએ ફેસબુક પર વધારે પસાર કરે છે.

જ્યારે પણ રજાઓમાં ક્યાંય પણ ફરવા જવાનો વિચાર કરો છો તો નદી કિનારે કલાકો આરામ કરીને તમને રોમાંચથી ભરી દે છે, પરંતુ આ સર્વેક્ષણ એમનાથી ઉલ્ટું દેખાડવામાં આવ્યું કે ફક્ત ભારતના લોકો નહીં પરંતું દુનિયાના મોટાભાગના લોકો યાત્રા દરમિયાન મોટાભાગનો સમય મોબાઇલ સાથે જ પસાર કરે છે.

સરેરાશ ભારતીય પર્યટકો પર્યટન દરમિયાન ફક્ત બે કલાક પ્રતિદિન આરામ કરે છે, જ્યારે ફેસબુક પર સાડા ત્રણ કલાક પસાર કરે છે.

સર્વેમાં એક વદારે રોચક વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે 40 ટકા વૈશ્વિક પર્યટકોએ સ્વીકાર કર્યો છે દેખાડા માટે પર્યટન સ્થળોના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે, જ્યારે 27 ટકા પર્યટકોએ સ્વીકાર કર્યો છે કે પોતાના મિત્રોને બળતરા કરાવવા માટે સોશિયલ મીડિયા પર નવા નવા પર્યટકો સ્થળોને શોધે છે અને તેનો ઉલ્લેખ કરે છે.

You might also like