આ મુસ્લિમ દેશોમાં આવી છે કિન્નરોની LIFE, નથી કોઇ ઓળખ

ઇન્ડોનેશિયામાં વરિયાના નામથી જાણીતી ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી છે. આ સોસાયટીથી દૂર ઇસ્લામિક બોર્ડિંગ સ્કૂલમાં પોતાની એક અલગ દુનિયામાં જ રહી રહ્યા હતા. પરંતુ ગત વર્ષે લોકોના હોબાળાના કારણે પોતાના જેવી આ પહેલી સ્કૂલ બંધ કરી દીધી. જો કે આ બિલ્ડીંગ હજુ પણ કોમ્યુનિટી સેન્ટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

ઇન્ડોનેશિયામાં પણ કિન્નરોને રુઢિવાદી સમાજ દ્વારા સ્વીકાર કરવામાં આવતો નથી. એવામાં મોટાભાગે કિન્નર જાવા ચાલ્યા ગયા અને અહીંયા બનેલા દુનિયાના પહેલા ઇસ્લામિક બોર્ડિંગ સ્કૂલનો ભાગ બની ગયા. ગત વર્ષે લોકોના હંગામાના કારણે સ્કૂલને બંધ કરવી પડી. જો કે અહીંયા કિન્નરો હજુ પણ રહી રહ્યા છે. જો કે કેટલાક ટીચર્સ 42 વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રસંગે ક્લાસ ચલાવે છે. એમાંથી મોટાભાગના કિન્નોરોનો પરિવાર નથી અને કોઇ લીગલ ઓળખ નથી. કેટલાકે સિલિકોન દ્વારા બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવ્યું છે અને કેટલાકના પુરુષો સાથે સ્થિર સંબંધ છે.

વરિયાના નામથી જાણીતી આ ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીનું કહેવું છે કે એ સ્કૂલ એવી જગ્યા હતી જ્યાં અમે બધા એક સાથએ પ્રાર્થા કરી શકતા હતા અને ઇસ્લામ માટે જાણી શકતા હતા. વરિયા સાર્વજનિક મસ્જિદોમાં નમાજ પઢવામાં પોતાને ખૂબ જ અસહજ મહેસૂસ કરે છે. છેલ્લા 12 મહિનાની અંદર કોમ્યુનિટી લોકોના નિશાના પર આવી. હાયર એજ્યુકેશન મિનિસ્ટરએ અહીંના કેમ્પસથી એલજીબીટી ગ્રુરને બેન કરવાનો અવાજ ઊઠાવ્યો.

http://sambhaavnews.com/

You might also like