Categories: Business Trending

ફિઝિકલ શેર જલદી ડીમેટ કરાવી લેજોઃ 5 ડિસેમ્બર અંતિમ તારીખ

નવી દિલ્હી: જો તમારી પાસે કોઇ પણ કંપનીના શેર ફિઝિકલ ફોર્મમાં હોય તો તેને જલદી ડીમેટ કરાવી લેશો. વાસ્તવમાં ફિઝિકલ શેરને ડીમેટ કરાવવાની આખરી તારીખ ૫ ડિસેમ્બર છે. ત્યાર બાદ ફિઝિકલ શેરને ડીમેટ કરાવવાની તક મળશે નહીં.

ફિઝિકલ શેરને ડીમેટ કરાવવા માટે જો તમે ડીમેટ ખાતું ધરાવતા ન હો તો સૌપ્રથમ ખાતું ખોલાવો અને જો શેર તમારા નામે ન હોય તો તેને તમારા નામે ટ્રાન્સફર કરાવો. ડીઆરએફ એટલે કે ડીમટીરિયલાઇઝેશન રિક્વેસ્ટ ફોર્મની સાથે શેર ડિપોઝિટ પાર્ટીસિપેન્ટને મોકલો. ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ શેરને રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટને મોકલશે. મંજૂરી મળ્યા બાદ ડિપોઝિટરી પાર્ટીસિપેન્ટ તમારા શેર ડીમેટ કરી દેશે. જો શેર ખોવાઇ ગયા હોય તો કંપની પાસેથી ડુપ્લિકેટ શેર ઇશ્યૂ કરાવો.

કોઇ પણ કંપનીના શેર ખરીદવા માટે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. તમે કોઇ પણ બેન્કમાં ડીમેટ ખાતું ખોલાવી શકો છો. ડીમેટ એકાઉન્ટ ખોલાવવા માટે પાનકાર્ડ આપવું જરૂરી છે.

તાજેતરમાં રોકાણકારોના હિતના રક્ષણ માટે સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે એવી જાહેરાત કરી છે કે અનલિસ્ટેડ પબ્લિક કંપનીઓએ પણ પોતાના નવા શેર ડીમેટ ફોર્મમાં ઇશ્યૂ કરવા પડશે અને ૨ ઓક્ટોબરથી આ નિયમનો અમલ થઇ ગયો છે. કોર્પોરેટ બાબતના મંત્રાલયે આ સંદર્ભમાં એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે અનલિસ્ટેડ કંપનીના શેર ભવિષ્યમાં ડીમેટ એટલે કે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં જ ટ્રાન્સફર કરવામાં આવશે.

આ નિર્ણયને લઇને મંત્રાલયે જણાવ્યું છે પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને રોકાણકારોની હિતની સુરક્ષા વધારવા આ પગલું લેવામાં આવ્યું છે. આ ઉપરાંત કોર્પોરેટ ગવર્નન્સને પ્રોત્સાહિત કરવાની દિશામાં પણ આ પગલું ભરવામાં આવ્યું છે.

divyesh

Recent Posts

કામ કરીને થાકેલા મજૂર 160 ફૂટ ઊંચા વીજળીના ટાવર ઉપર સૂઈ ગયા

ચીનમાં મજૂરોનું એક ગ્રૂપ ૧૬૦ ફૂટ ઊંચા વીજળીના ટાવર પર સૂતેલું જોવા મળ્યું હતું. તેમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા…

3 hours ago

ખુશ રહેવું હોય તો હસો, તેનાથી પોઝિટિવ વિચાર આવે છેઃ રિસર્ચ

ખુશ રહેવાનો સંબંધ હસવા સાથે પણ છે. એક રિસર્ચમાં દાવો આ દાવો કરાયો છે. અમેરિકન મનોવૈજ્ઞાનિકોએ છેલ્લા ૫૦ વર્ષના ડેટાનો…

3 hours ago

મહાભારતના નાયક યુધિષ્ઠિર કેમ છે?

આ કોલમમાં મહાભારતનાં માહાત્મ્યની ચર્ચા કર્યા પછી હવેથી આપણે મહાભારતનાં પાને પાને પથરાયેલા ધર્મ તત્વને જાણવાની કોશિશ કરીશું. મહાભારતનાં પાત્રોનો…

3 hours ago

બે કરોડથી વધુ લોકો ઈન્કમટેક્સના નિશાન પરઃ 30 જૂન સુધીમાં કાર્યવાહી

ડાયરેક્ટ ટેક્સની વસૂલાતમાં ઘટાડો થતાં હવે ઇન્કમટેક્સ વિભાગે કડક વલણ અખત્યાર કર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ ઇન્કમટેક્સ…

4 hours ago

IPL પર રમાતો 80 ટકા સટ્ટો ઓનલાઈનઃ પોલીસ ઓફલાઈન

આઈપીએલ ક્રિકેટ મેચની શરૂઆતની સાથે સટ્ટાબજાર ગરમાતું હોય છે. બુકીઓ માટે આઇપીએલની મેચ તહેવારની જેમ હોય છે. બુકીઓ તેમજ ખેલીઓને…

5 hours ago

Public Review: ‘કલંક’ એક્ટિંગની દૃષ્ટિએ ફિલ્મ સારી, સ્ક્રિપ્ટ નબળી

આ ફિલ્મ ખૂબ જ સારી છે. ફિલ્મનું ટ્વિસ્ટ અંત સુધી બાંધીને રાખે છે. ફિલ્મમાં સારો દેખાવ અને સુંદર દૃશ્ય દર્શાવવામાં…

5 hours ago