આ હનુમાન મંદિર પાસે પહોંચતાની સાથે જ ટ્રેન પડી જાય છે ધીમી

ઇંદોર : એમપીમાં 600 વર્ષ જુનુ એક ચમત્કારીક મંદિર આવેલું છે. આ મંદિરનું મહાત્મય છે કે અહીંથી પસાર થનારી દરેક ટ્રેનની સ્પિડ આપોઆપ ઓછી થઇ જાય છે. શાજાપુર જિલ્લાના બેલાઇ ગામના શ્રી સિદ્ધવીર ખેડાપતિ હનુમાન મંદિરના દર્શ માટે આખા દેશમાંથી લોકો આવે છે. અહીં લોકો દુરદુરથી માનતા માનવા પણ આવે છે.

શ્રી સિદ્ધવીર ખેડાપતિ હનુમાન મંદિર ભોપાલ અને રતલામ રેલ્વે ટ્રેક પર બોલાઇ સ્ટેશનથી એક કિલોમીટર દુર આવે છે. આ મંદિર આશરે 600 વર્ષ જુનુ છે. અહીં આવેલી હનુમાનજીની પ્રતિમાની ડાબી બાજુ શ્રી સિદ્ધિ વિનાયક ગણેશજી વિરાજીત છે. એક જ પ્રતિમામાં બંન્ને ભગવાન હોવાનાં કારણે આ પ્રતિમાને અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ માન્યતા છે કે અહીં આવનારા લોકોને ભવિષ્યની ઘટનાઓનો પહેલાથી જ અંદાજ આવી જાય છે. આ મંદિર સાથે બીજા ઘણા ચમત્કાર પણ જોડાયેલા છે.

મંદિરનો સૌથી મોટો ચમત્કાર છે કે, મંદિરની સામેથી જ્યારે પણ કોઇ ટ્રેન નિકળે છે તો તેની સ્પિડ આપો આપ ઓછી થઇ જાય છે. ઉપાધ્યાયનાં જણાવ્યા અનુસાર ટ્રેનનાં લોકો પાયલોટને મંદિર આવતા પહેલા જ અચાનક એવું લાગ્યું કે જાણે તેમને કોઇ સ્પિડ ઓછી કરવા માટે જણાવી રહ્યું છે. જો કોઇ ડ્રાઇવર તેને નજરઅંદાજ કરે છે તો ટ્રેનની સ્પીડ આપોઆપ ઓછી થઇ જાય છે.

પુજારી જણાવે છે કે થોડા સમય પહેલા રેલ્વે ટ્રેક પર બે માલગાડી ટકરાઇ ગઇ હતી. ત્યાર બાદ બંન્ને માલગાડીનાં લોકો પાયલોટે જણાવ્યું કે તેમને ઘટનાનાં થોડા સમય પહેલા કાંઇક અજુગતુ થઇ રહ્યું હોવાનો અહેસાસ થયો હતો. જો કે તેમણે તેવું કર્યું નહી તેના કારણે ટ્રેન સામસામે ટક્કર થઇ ગઇ હતી.

You might also like