અમદાવાદ જતી-આવતી અનેક ટ્રેનો રદ કરાઈ

અમદાવાદ: પશ્ચિમ રેલવેના મુંબઈ ‍ડિવિઝનમાં અાવેલા વણગાંગ અને દહાણુ રોડ વચ્ચે ગત રાતના એક માલગાડીનાં 11 વેગન પાટા પરથી ખડી પડ્યા હતા. જેના કારણે પશ્ચિમ રેલવેની લાંબા અંતરની ટ્રેનનો વ્યવહાર તેમાં પણ ખાસ કરીને ગુજરાત તરફનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે, જેના પગલે હજારો મુસાફરો રઝળી પડ્યા હતા. અમદાવાદ તરફ અાવતી-જતી અાઠ ટ્રેનો સહિત કુલ 16 ટ્રેનોને કેન્સલ કરવામાં અાવી છે. જ્યારે એક ટ્રેનને ડાઇવર્ટ કરાઈ છે અને બે ટ્રેન બે કલાક લેટ દોડશે.

અમદાવાદ તરફ અાવતી સાત ટ્રેન સહિત કુલ 16 ટ્રેનને પશ્ચિમ રેલવે દ્વારા કેન્સલ કરવામાં અાવી હોવાનું પશ્ચિમ રેલવે અમદાવાદના જનસંપર્ક અ‌િધકારી પ્રદીપ શર્માએ જણાવ્યું હતું. અા ટ્રેનમાં મુંબઈ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ, અમદાવાદ-મુંબઈ ગુજરાત એક્સપ્રેસ, મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ, અમદાવાદ-મુંબઈ શતાબ્દી એક્સપ્રેસ, અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર એસી ટ્રેન, બાંદ્રા-સુરત-જામનગર ઈન્ટરસિટી અને મુંબઈ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ઉપરાંત મુંબઈ-ફિરોઝપુર જનતા એક્સપ્રેસ, બાંદ્રા-જમ્મુ-તાવી, બાંદ્રા-વૈષ્ણોદેવી-કટરા સ્વરાજ એક્સપ્રેસ, બાંદ્રા-વાપી પેસેન્જર, વિરાર-ભરૂચ શટલ, સુરત-મુંબઈ ફ્લાઈંગ રાણી, સુરત-‌િવરાર પેસેન્જર, વલસાડ-મુંબઈ પેસેન્જર અને દહાણુ રોડ-‌િવરાર શટલ ટ્રેનનો સમાવેશ થાય છે.

અા ઉપરાંત અમદાવાદ-હરિદ્વાર યોગ એક્સપ્રેસ ટ્રેન બે કલાક મોડી દોડી રહી છે. જ્યારે યશવંતપુર-‌િબકાનેર એક્સપ્રેસ ટ્રેનને ડાઈવર્ટ કરવામાં અાવી છે.
વલસાડ, નવસારી અને પાલઘર સ્ટેશનો ઉપરથી યા‌િત્રકોને મુંબઈ સુધી લઈ જવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં અાવી રહી છે એટલું જ નહીં અા મામલે સ્થાનિક તંત્રની સાથે વાટાઘાટ ચાલી રહી છે.

You might also like