નોઇડામાં લાવાની એન્જિનીયર યુવતીની ગોળી મારીને હત્યા

નવી દિલ્હી : શતાબ્દીરેલ વિહાર વિસ્તારમાં એક 23 વર્ષીય યુવતીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. સેક્ટર 62માં રહેતી આ યુવતી લાવા મોબાઇલ કંપનીમાં ટ્રેની એન્જિનિયર તરીકે નોકરી કરે છે. મોબાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની લાવાનું કાર્યાલય સેક્ટર 64માં આવેલું છે. પોલીસનાં જણાવ્યા અનુસાર અંજલી રાઠોર હરિયાણાનાં યમુનાનગરના જગધારીની રહેવાસી હતી.

અંજલી રાઠોરની વહેલી સવારે 6.34 વાગ્યે ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી હતી. જો કે લિફ્ટની નજીક લગાવાયેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઇ ગઇ હતી. જો કે સીસીટીવી ફૂટેજ એટલા ધૂંધળા છે કે તે વ્યક્તિની ઓળખ હજી સુધી કરી શકાઇ નથી. જો કે હત્યાની જાણ ત્યારે થઇ જ્યારે તેની રૂમ મેટ પોતાનાં કોચિંગ ક્લાસ માટે જઇ રહી હતી ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર લોકો એકત્ર થયેલા જોયા.

યુવતીએ લોકોને ઘટના અંગે પુછ્યું અને તે જ્યારે આગળ ગઇને જોયું તો જ્યોતી બેભાન હાલતમાં પડી હતી, આસપાસ લોહીનું ખાબોચીયું ભરેલું હતું. તેણે રૂમમાં રહેતી અન્ય યુવતીઓને જાણ કરી હતી. તેઓ અંજલીને નજીકની હોસ્પિટલ સારવાર માટે લઇ ગયા હતા. જો કે ફરજ પરનાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

રાઠોડનાં પરિવારનો દાવો છે કે તેના મિત્ર દ્વારા તેની હત્યા કરવામાં આવી હોઇ શકે છે, જે મુળ ઇટાવાના ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. તે યુવતી સાથે અભ્યાસ કરતો હતો અને બંન્ને વચ્ચે લાંબો સમય વાતો થઇ હોવાનું પણ ફોનની તપાસ કરતા જાણવા મળ્યું છે. પોલીસનાં અનુસાર તેણે 6.05 વાગ્યે યુવતીને ફોન કર્યો હતો ત્યાર બાદ યુવતી ફ્લેટની નીચે આવી હતી.

You might also like