સમયસર સારવાર નહિ મળતાં ટ્રેનમાં યુવતીનું મોત

સતના: મહારાષ્ટ્રના કલ્યાણથી ગોદાન એકસપ્રેસમાં પોતાની માતા સાથે આઝમગઢ જઈ રહેલી એક યુવતીની ટ્રેનમાં જ તબિયત લથડતાં તેને 389 કિમી સુધી કોઈ સારવાર નહિ મળતાં આખરે આ યુવતીનું ભુસાવળ ખાતે મોત થયું હતું. આટલું ઓછું હોય તેમ ભુસાવળથી સતના સુધી 741 કિમી સુધી તેની લાશ ટ્રેનમાં જ રઝળતી રહી હતી.છેવટે બીજા દિવસે સતના સ્ટેશન પર તેની લાશ ઉતારવામાં આવી હતી.

આ ઘટનાની વિગતો એવી છે કે મહારાષ્ટ્રના કલ્યાણથી ગોદાન એકસપ્રેસમાં પોતાની માતા સાથે આઝમગઢ જઈ રહેલી એક યુવતીની ટ્રેનમાં જ તબિયત લથડતાં તેની માતાએ તેને મદદ કરવા રેલવે સ્ટાફને અનેકવાર વિનવણી કરવા છતાં તેની રજૂઆત કોઈએ કાને ધરી ન હતી. અને અંતે તેનું મોત થયું હતું. છેવટે બીજા દિવસે સતના સ્ટેશન પર તેની લાશ ઉતારવામાં આવી હતી. અને જીઆરપીએ લાશનું પોસ્ટમોર્ટમ અને પંચનામું કર્યું હતું.અને બાદમાં લાશ તેના પરિવારજનોને સોંપી હતી.

જીઆરપી મથકના પ્રભારી આર.પી. બાગરીએ જણાવ્યું કે આઝમગઢના તીલરિયા ગામના રહીશ મહંમદ ઉમરનું મુંબઈમાં કાપડનું કારખાનું છે. મુંબઈમાં તે તેના પરિવાર સાથે રહે છે.ગત રવિવારે ઉમરની પત્ની અને તેની પુત્રી ગોદાન એકસપ્રેસમાં આઝમગઢ જવા રવાના થયાં હતાં. ત્યારે તેની પુત્રીની તબિયત અચાનક લથડી ગઈ હતી. દવા આપવા છતાં તેની તબિયતમાં સુધારો થયો ન હતો.તેથી તેની માતાએ રેલવે ગાર્ડને વિનવણી કરવા છતાં તેની મદદે કોઈ ન આવતાં છાતીમાં દુખાવાના કારણે તેની પુત્રીનું મોત થયુ હતુ. અને તેની લાશ પણ સતના સુધી રઝળતી રહી હતી. છેવટે સતના તેના પરિવારજનોને લાશ સોંપવામાં આવી હતી.

You might also like