જાણો, આ રીતે રેલવે મુસાફરો કરી શકશે પસંદગીની સીટ બુક

નવી દિલ્હીઃ પોતાની ટિકિટ બુકિંગ સિસ્ટમને વધારે યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે IRCTCએ કવાય હાથ ધરી છે. રેલવે મંત્રાલયના નિર્દેશન પર IRCTC અને ઓનલાઇન ટિકિટ બુકિંગ સિસ્ટમને નવી રીતે રજૂ કરવા માટે રેલવેની પીએસયૂ ટીમે કામ કરવાનું શરૂ કરી દીધું છે. ટિકિટ બુકિંગ સિસ્ટમના નેક્સ્ટ જનરેશન સોફ્ટવેરમાં અનેક એવા ફિચર છે. જેમાં રેલવે મુસાફરની મુસાફરી ખૂબ જ સરળ બની જશે. ખાસ વાત તો એ છે કે ટિકિટ બુકિંગ કરતી વખતે મુસાફર પોતાની પસંદગીની ટિકિટ બુક કરી શકશે.

રેલવે બોર્ડના ઉચ્ચ અધિકારીના માતે રેલવે મંત્રાલયે ક્રિસને આ મામલે દિશા નિર્દેશ આપ્યા છે. નેક્સ્ટ જનરેશનનું સોફ્ટરે શું છે તે બાબતને લઇને દર સપ્તાહે મિટિંગ થઇ રહી છે. તે અંગે સમગ્ર બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી દેવામાં આવી રહી છે. નેક્સ્ટ જનરેશન સોફ્ટેવેરની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર થઇ ગયા બાદ રેલવે મંત્રી સુરેશ પ્રભુ સમક્ષ તેને રજૂ કરવામાં આવશે. ત્યાર બાદ મંજૂરી મળ્યા પછી તેને એક્ટિવેટ કરવામાં આવશે.

એક અંદાજ પ્રમાણે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતા એક વર્ષનો સમય લાગી જશે. એટલે કે 2018માં રેલવે મુસાફરો ટિકિટ બુકિંગની નવી સુવિધા સાથે સફર કરી શકશે. નેક્સ્ટ જનરેશન ટિકિટ બુકિંગ યુઝર ફ્રેન્ડલી હશે. જેનાથી ભારતીય રેલવેને ખૂબ જ ફાયદો થશે. નવા સોફ્ટવેર પ્રમાણે રેલવે એવી વ્યવસ્થા કરશે, જેમાં એરલાઇન્સની જેમ મુસાફરોને પહેલાં કોચ કે ટિકિટ નંબર આપતા પહેલાં કન્ફર્મ ટિકિટની માહિતી આપવામાં આવે. બાદમાં ચાર્ટ તૈયાર થયા પછી મુસાફરોને તેમના સીટ નંબર એસએમએસ કરવામાં આવશે. આ સુવિધાથી રેલવેને ખ્યાલ આવી જશે કે કેટલા કોચ ભરેલા છે. જેના આધારે ટ્રેનમાં ડબ્બાની સંખ્યા પણ ગોઠવવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like