ટ્રેનની મુસાફરીમાં હવે અડધી ટિકિટ પર બાળકને અલગ સીટ નહીં મળે

નવી દિલ્હી: ભારતીય રેલવે બાળકોને લઈને નિયમોમાં પરિવર્તન કરવા જઈ રહી છે. તેના કારણે દર વર્ષે બે કરોડ વધુ કન્ફર્મ્ડ સીટ મળી શકશે. અા માટે રેલવેઅે એક રૂપિયાનો પણ ખર્ચ કરવાનો વારો નહીં અાવે. તેમ છતાં તેના ખાતામાં દર વર્ષે ૫૨૫ કરોડ રૂપિયા જમા થશે.

રેલવે પાંચથી બાર વર્ષના બાળકોને હાફ ટિકિટ પર અલગ સિટ નહીં અાપે. બાળકો માટે અલગ સીટ લેવી હશે તો અાખી સીટનું ભાડું ચૂકવવું પડશે. અત્યાર સુધી અા ઉંમરનાં બાળકોને અડધી ટિકિટના ભાડા પર એક સીટ કે બર્થ અપાતી હતી. હવે હાફ રેટ ઉપર ટિકિટ મળશે તો ખરી પરંતુ તેમાં કન્ફર્મ સીટ નહીં મળે. અાવી ઘટનાઅોમાં પરિવારજનોઅે પોતાની બેઠક પર બાળકોને જગ્યા અાપવી પડશે.

પાંચ વર્ષ સુધીનાં બાળકોને ફ્રીમાં રેલવે યાત્રા કરવા મળશે પરંતુ તેમના માટે અલગ સીટ નહીં હોય. નવાે નિયમ ૨૨ અેપ્રિલથી લાગુ પડશે. અા નિયમથી કોઈપણ પરિવારનું બજેટ બગડી શકે છે. રેલવે અધિકારીનું કહેવું છે કે અા નિર્ણયથી કરોડ કન્ફર્મ્ડ સીટ કે બર્થ મળવાની શક્યતાઅો છે. જેમાં સિનિયર સિટિઝન કે મહિલાઅો હશે. બે કરોડ બેઠકો અેટલે કે દર વર્ષે ૨૦ હજાર વધારાની ટ્રેનો અથવા રોજ ૫૪ વધારાની ટ્રેનો ચલાવવા જેટલું હશે.

You might also like