હવે ફોન દ્વારા પણ ટ્રેનની ટિકિટ કેન્સલ કરાવી શકાશે

નવી દિલ્હી: નવા વર્ષ ૨૦૧૬માં રેલવેના યાત્રિકો તેમની ટિકિટ ફોન પરથી કેન્સલ કરાવી શકશે. આ માટે હવે તેમણે ટિકિટ બારી પર જવાની જરૂર નહિ પડે. ટિકિટ રદ કરાવવા યાત્રિકોઅે ૧૩૯ નંબર પર ફોન કરવાનો રહેશે. જોકે તેમણે પૈસા પરત લેવા ટિકિટ બારી પર જવું પડશે. યાત્રિકોને આ નવી સુવિધા ૨૬ જાન્યુઆરીથી મળતી થઈ જશે.

ટિ‌‌િકટ રદ કરાવવા માટે યાિત્રકોઅે તેમના ફોર્મમાં લખેલો મોબાઈલ નંબર બતાવવો પડશે. અને તે નંબર પર તેણે વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) મોકલવો પડશે. આ ઓટીપી તેમણે ટિકિટ રદ કરવા માટે પૂછપરછ અધિકારીને જાણ કરવી પડશે. ત્યારબાદ જ ટિ‌કટ રદ થશે. અને યાત્રિક તેમની અનુકૂળતા મુજબ ટિકિટ બારીઅેથી રિફંડ મેળવી શકશે. રેલવેના અધિકારીઓઅે જણાવ્યું કે આ યોજનાથી યાત્રિકોને લાઈનમાં ઊભા રહેવામાંથી મુકિત મળશે. જ્યારે ‌ટિકિટ કન્ફર્મ થવાની આશાઅે અનેક લોકો વેઈટિંગ યાદીવાળી ટિકિટ રદ કરાવતા નથી.અને બાદમાં સમયસર કાઉન્ટર પર પહોંચી નહિ શકતા તેમને નુકસાન ઉઠાવવું પડે છે. તેથી આ યોજના લાગુ પડયા બાદ યાત્રિકોને આ પ્રકારનું નુકસાન સહન કરવું નહિ પડે.

અત્રે ઉલ્લેખનીય છે કે રેલવેઅે ટિકિટ રદ કરાવવાના નિયમોમાં ૧૨ નવેમ્બરથી ફેરફાર કર્યો છે. પ્રતીક્ષા યાદીની ટિકિટ પણ ટ્રેન રવાના થવાના અડધો કલાક પહેલા રદ કરાવવી પડે છે. અને જો આમ ન કરાવે તો તેમને રિફંડ મળતું નથી. પહેલાં આ માટે બે કલાકનો સમય મળતો હતો.

You might also like