ટ્રેનમાં સિનિયર સિટિઝનના ક્વોટામાં ૫૦ ટકાનો વધારો

અમદાવાદ: રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ બજેટમાં કરેલી જાહેરાતને ધ્યાનમાં લઈને રેલવે મંત્રાલયે ટ્રેનોમાં સિનિયર સિટિઝનો માટે રિઝર્વેશન ક્વોટા વધારવા જાહેરાત કરી છે. રેલવે બોર્ડના સભ્ય મહંમદ જમશેદે જણાવ્યું કે રેલવેમાં સિનિયર સિટિઝનો માટેનો રિઝર્વેશન ક્વોટા 50 ટકા વધારી દીધો છે. જે આગામી પહેલી એપ્રિલથી અમલમાં આવશે.

રેલવે મંત્રાલયે જણાવ્યું છે કે ટ્રેનમાં 45 વર્ષ અને તેનાથી મોટી વયની મહિલાઓ કે ગર્ભવતી મહિલાઓ જયારે એકલા મુસાફરી કરતા હશે ત્યારે તેમના માટે સ્લિપિંગ વર્ગ, એસી ટુ અને એસી થ્રીના દરેક કોચમાં બે સીટ રિઝર્વેશન રહેશે. જ્યારે 2015માં સ્લિપિંગ વર્ગના દરેક કોચમાં નીચેની બે સીટનો ક્વોટા હતો તેમાં વધારો કરી ચાર સીટનો કરવામાં આવ્યો છે. બાદમાં માત્ર તે એકલી મુસાફરી કરી રહી હોય તે શરતને યથાવત રાખવામાં આવી હતી.

આ અંગે મંત્રાલયે જણાવ્યું છે કે હાલમાં જે ક્વોટા ઉપલબધ્ધ છે. તેમાં અક જ અરજીના આધારે એક સિનિયર સિટિઝન અથવા 45 વર્ષથી મોટી વયની મહિલા અથવા ગર્ભવતી મહિલા તેનો લાભ લઈ શકે છે. આ ક્વોટાને વધારીને સ્લિપિંગ વર્ગમાં નીચેની છ સીટ અને એસી ટુ અને એસી થ્રીમાં નીચેની ત્રણ સીટનો કવોટા કરી દેવામાં આવ્યો છે.

You might also like