ટ્રેનોમાં ૫૦૦ સુધીનું વેઈટિંગ વિમાની ભાડાં અાકાશને અાંબ્યાં

અમદાવાદ: દિવાળીના પર્વ આડે હવે ગણતરીના ચાર દિવસ બાકી છે ત્યારે લાંબા અંતરની ઉત્તર ભારત, પૂર્વોત્તર અને દ‌િક્ષણ ભારતની તમામ ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મેળવવી તો દૂૂર વેઇટિંગ લિસ્ટમાં પણ નામ જોવા ન મળે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. દિવાળીને ધ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનોમાં કોચ વધારાયા ઉપરાંત કેટલીક હો‌િલડે સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાઇ હોવા છતાં તમામ ટ્રેનોમાં હાઉસફૂલનાં પા‌િટયાં જોવા મળી રહ્યાં છે, જ્યારે કેટલીક ટ્રેનોનું વેઇટિંગ લિસ્ટ ૩પ૦ થી ૪૦૦ સુધી પહોંચ્યું છે.

દિવાળી વેકેશનના ઓક્ટોબર કે નવેમ્બરમાં દર વર્ષે ટ્રેનની કન્ફર્મ ટિકિટ મેળવવી મુશ્કેલ બને છે. હાલમાં દિલ્હી, જયપુર, યુપી, હરિદ્વાર, દહેરાદૂન અને ત્રિવેન્દ્રમ્ જતી તમામ ટ્રેનો હાઉસફૂલ તો ઠીક ઓછામાં ઓછા રપ૦ વેઇટિંગથી ઉપર છે. સામાન્ય રીતે રપ૦થી વધુ વેઇટિંગ આગળ જાય ત્યારે નો રૂમ કરી બુકિંગ બંધ થાય છે. રપ ઓક્ટોબરથી ૩ નવેમ્બર સુુધીના લાંબા વેઇટિંગ લિસ્ટને જોઇને કેટલાક પ્રવાસીઓ ફરવાના પ્લાન કેન્સલ કરી રહ્યા છે.

દિવાળી પૂર્વે વાઘબારસ ગુરુવાર ર૭ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર નૂતન વર્ષ સુધી ૯પ થી ૪૦૧ સુધી વેઇટિંગ છે, દિવાળી વેકેશનમાં ફરવા જતા ગુજરાતીઓ માટે ટ્રેનો તો હાઉસફૂલ છે જ પરંતુ અમદાવાદથી ઉપડતી ફલાઇટ પણ પેક થઇ ગઇ છે. કેટલીક ફલાઇટમાં બાકી રહેલી ગણતરીની સીટો ભાવ આસમાને છે. કાશ્મીરની અશાંત પરિસ્થિતિના કારણે ગોવા તરફ લોકોનો ધસારો વધ્યો છે.

ટ્રેન વેેઇટિંગ
આશ્રમ એક્સપ્રેસ                   ૪પ૦
લખનૌ એક્સપ્રેસ                   રપ૦
સાબરમતી એક્સપ્રેસ              પપ૦
આગ્રા ફોર્ટ સુપરફાસ્ટ               ૩રપ
ગૌહત્તી એક્સપ્રેસ                    ૪૮૩
ગોરખપુર એક્સપ્રેસ                ૩પ૦
અઝીમાબાદ એકસપ્રેસ            ૪૦૧
ઓખા-વારાણસી એકસપ્રેસ       ૪૭૭
ઓખા-ગૌહત્તી એક્સપ્રેસ           ર૮ર
હાવડા એક્સપ્રેસ                      ર૭પ
મોતીહારી એક્સપ્રેસ                 ૩૯પ
પોરબંદર-દિલ્હી એક્સપ્રેસ        ૧૮ર
હાપા-તિરુનવેલી એક્સપ્રેસ        ર૦૦
ઓખા-મુંબઇ સૌ. મેલ               ૧૬૦
જામનગર-બાન્દ્રા ઇન્ટરસિટી       ૧૩૦
ગુજરાત સંપર્ક ક્રાંતિ                   ર૯૬
આશ્રમ એક્સપ્રેસ                       ર૬૩
જમ્મુ તાવી                               ર૩૦
નવજીવન                               ૧૯૪
સર્વોદય એક્સપ્રેસ                    રરપ
રાજધાની                                 ૩૭૭

plane-1

You might also like