… જ્યારે બે મહિલાઓને પોતાની સીટ આપીને ફર્શ પર સુઇ ગયા મોદી

નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકારને બે વર્ષ પુર્ણ થઇ ચુક્યા છે. હાલ સરકાર પોતાનાં ગુણગાન ગાવામાં વ્યસ્ત અને મસ્ત છે. જો કે આ તમામ સમાચોર વચ્ચે સોશ્યલ મીડિયામાં વડાપ્રધાન મોદી અને ગુજરાતનાં પુર્વમુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની એક સ્ટોરી સમાચારમાં છે. આ સ્ટોરી 2014માં અંગ્રેજી સમાચાર પત્ર ધ હિન્દુમાં છપાઇ હતી. જે આજકાલ ફરીથી સોશ્યલ મીડિયા પર શેર થઇ રહી છે.

સ્ટોરીમાં મોદી અને વાઘેલાની 26 વર્ષ પહેલાની એક રેલ યાત્રાનો ઉલ્લેખ છે. જેમાં આ બંન્ને નેતાઓએ પોતાનાં વિનમ્ર સ્વભાવનાં કારણે કંપાર્ટમેન્ટમાં રહેલા તમામ લોકોનાં દિલ જીતી લીધા હતા. ઇન્ડિય રેલ્વે સર્વિસનાં વરિષ્ઠ અધિકારી લીના શર્માએ ધ હિન્દૂ સમાચારમાં લખેલા એક લેખમાં પોતાની 90ની દશકનાં અમદાવાદ પ્રવાસનો ઉલ્લેખ કર્રયો હતો. તેમણે જણાવ્યું કે હું મારી મિત્ર સાથે ટ્રેનમાં લખનઉથી દિલ્હી જઇ રહી હતી. બે સાંસદ પણ તે બોગીમાં યાત્રા કરી રહ્યા હતા. જો કે તેમની સાથે 12 લોકો એવા હતા જે ટીકીટ વગર જ યાત્રા કરી રહ્યા હતા. તેમનું વર્તન ઘણુ ડરામણું હતું. તેમણે અમારી સીટ પરથી ઉઠવા મજબુર કરી દીધા અને ત્યાં બેસીને અશ્લીલ કોમેન્ટ કરવા લાગ્યા.

અમને ગુસ્સો પણ આવી રહ્યો હતો અને ડર પણ લાગી રહ્યો હતો. અમે ટીટીને ફરિયાદ કરી તે અમને ફર્સ્ટ ક્લાસ બોગીમાં લઇ ગયો. ત્યાં સફેદ ખાદી વસ્ત્રઘારી બે નેતાઓ બેઠેલા હતા. ટીટીએ અમને કહ્યું આ સારા લોકો છે નિયમિત પેસેન્જર છે તેમની પાસે બેસો. તે વ્યાવહારીક રીતે સારા લાગ્યા પરંતુ ગત્ત રાતનો ડર લાગી રહ્યો હતો. તેમણે પોતાનો પરીચય ગુજરાતનાં બે ભાજપનાં નેતા તરીકે આપ્યો.તેમણે તેમનાં નામ જણાવ્યા હતા પરંતુ અમે તેમનું નામ જલ્દી ભુલી ગયા. અમે પણ અમારો પરિચય અસમનાં બે ટ્રેનિંગ અધિકારી તરીકે આપ્યો. વાતચીત ચાલી તો પછી ઇતિહાસથી માંડીને રાજનીતી જેવા મુદ્દાઓ પર ચર્ચા થઇ.

બંન્ને નેતામાં એક સીનિયર નેતા હતા જે ઘણા જોશીલા હતા જ્યારે બીજા યુવા નેતા મોટેભાગે ચુપ રહેતા હતા. તેમની બોડી લેંગવેજ પરથી લાગી રહ્યું હતું કે તે ચર્ચા સાંભળી રહ્યા હતા. ત્યાર બાદ ભોજનની થાળી આવી. અમે લોકોએ ભોજન લીધું અને તમામનું બીલ યુવાન નેતા (નરેન્દ્ર મોદી)એ ચુકવ્યું. ત્યાર બાદ ટીટી આવ્યો અને તેણે કહ્યું કે ટ્રેનમાં કોઇ સીટ ખાલી નથી તમારી સીટની વ્યવસ્થા નહી થઇ શકે. જેથી અમે ફરી ગભરાયા. અમારા અનુભવ વિશે નેતાઓને વાત કરી. તો તેઓએ કહ્યું કોઇ સમસ્યા નથી તમે લોકો અમારી સીટ પર સુઇ શકો છો. તેમ કહી બંન્ને નેતા ઉભા થઇ ગયા અને ટ્રેનની ફર્શ પર ચાદર પાથરીને સુઇ ગયા.

લીનાશર્માએ કહ્યું કે ગત્ત રાતનો અમારો પ્રવાસ ખુબ જ યાદગાર રહ્યો. આગલા દિવસે સવારે જ્યારે ટ્રેન અમદાવાદ પહોંચી તો બંન્ને નેતાઓ ઉતર્યા. વરિષ્ઠ નેતાએ અમને આમંત્રણ આપીને કહ્યું કે કોઇ પણ સમસ્યા હોય તો અમારા ઘરનાં દરવાજા તમારા માટે ખુલ્લા છે. જ્યારે બીજા વ્યક્તિએ કહ્યું કે મારી પાસે કોઇ પાકુ મકાન તો છે નહી પરંતુ તમે વાઘેલાજીનાં આમંત્રણનો સ્વિકાર કરી શકો છો.ટ્રેન સ્ટેશન પહોંચવામાં થોડી જ વાર હતી ત્યારે મે ડાયરી કાઢી અને બંન્ને નેતાઓનો આભાર માની તેમનાં નામ પુછ્યા. સીનીયર નેતા હતા તે શંકર સિંહ વાઘેલા અને યુવા નેતા હતા તે નરેન્દ્ર મોદી.

You might also like