૧ જાન્યુઆરીથી ટ્રેનની ખાલી સીટ પર ૧૦ ટકા ડિસ્કાઉન્ટ મળશે

અમદાવાદ: ભારતીય રેલવેએ ફ્લેક્સી ફેર સ્ટ્રકચરમાં ફેરફાર કરીને રાજધાની, શાતાબ્દી અને દુરન્તો ટ્રેનમાં રિઝર્વેશન ચાર્ટ બની ગયા પછી ખાલી રહેલી સીટ પર ૧૦ ટકાની છૂટ આપવાનો નિર્ણય લીધો હતો. હવે નવા વર્ષની શરૂઆતે માત્ર પ્રીમિયમ જ નહીં, પરંતુ દેશની તમામ મેલ એક્સપ્રેસ ટ્રેનમાં પણ ખાલી પડી રહેલી સીટ પર ૧૦ ટકા ડિસ્કાઉન્ટ રેલ પ્રવાસીને અપાશે. તમામ મેલ એક્સપ્રેસ ટ્રેનમાં પહેલો ચાર્ટ બની જશે ત્યારબાદ બેઝિક ભાડામાં દસ ટકા છૂટ પ્રવાસીને મળશે.

રેલવે બોર્ડનાં સૂત્રોના જણાવ્યા અનુસાર રેલવેના તમામ ઝોન અને ડિવિઝનને નવો આદેશ મળી ચૂક્યો છે. તે પહેલાં તમામ ડિવિઝને આજ સાંજ સુધીમાં પ્રિમિયમ ટ્રેનમાં ખાલી પડેલી સીટ પર અપાયેલી ૧૦ ટકા છૂટનો પેસેન્જરોએ આપેલો રિવ્યુ મોકલી આપવાનો રહેશે.

રેલવે બોર્ડે બહાર પાડેલા આદેશ અનુસાર ૧ જાન્યુઆરીથી શતાબ્દી, દુરન્તો એક્સપ્રેસ અને રાજધાની સાથે તમામ મેલ એક્સપ્રેસ ટ્રેનમાં પહેલો ચાર્ટ બની જશે ત્યાર પછી જેટલી ખાલી રહેલી સીટ માટે કરન્ટ બુ‌િકંગ થશે. તેના પર બેઝિક ભાડામાં દસ ટકા છૂટ અપાશે.

સામાન્ય રીતે કોઇ પણ ટ્રેન રવાના થાય તેના ચારથી પાંચ કલાક પહેલાં પહેલો રિઝર્વેશન ચાર્ટ બની જાય છે. હવે કરન્ટ બુ‌િકંગ પર માત્ર દસ ટકા જ નહીં, પરંતુ જો ટ્રેન ઉપડી જાય અને કેટલીક સીટ ખાલી પડી હશે તો ૧૦ ટકા ઓછું ભાડું લઇને ટીટીઇ પણ જે તે ખાલી સીટ ફાળવી શકશે. આ સગવડ હાલમાં જૂન માસ સુધી અપાશે.
http://sambhaavnews.com/

You might also like