મુંબઇના લોઅર પરેલમાં બે કોચ ખડી પડ્યા, લોકલની સ્લો લાઇનને અસર

મુંબઇના લોઅર પરેલ રેલવે સ્ટેશનની પાસે બે ડબ્બા પાટા પરથી ખડી પડવાની દૂર્ઘટના સર્જાય છે. જોકે મળતા અહેવાલ મુજબ કોઇ જાનહાનિ થઇ નથી. ડબ્બા પાટા પરથી ખડી જતાં લોકલની સ્લો લાઇનની આવન-જાવનની પર અસર જોવા મળી છે. મળતા અહેવાલ મુજબ ખાલી ટ્રેન યાર્ડ તરફ જઇ રહી હતી ત્યારે આ દૂર્ઘટના સર્જાઇ હતી. જેના કારણે લોકલની સ્લો લાઇન સંપૂર્ણ ઠપ થઇ ગઇ છે. જો કે રેલવે પ્રશાસન દ્વારા ખસેડવાની કામગીરી હાથ ધરાઇ છે. રેલવે વિભાગ દ્વારા લોકલ ટ્રેનોને મુંબઇ સેન્ટ્રલ થી દાદર માટે ફાસ્ટ ટ્રેક પર ડાયવર્ટ કરવામાં આવી છે.

You might also like