BMW કાર લઈ જઈ રહેલી ટ્રેન પાટા પરથી ઊતરતાં ૯૭ ગાડી ડેમેજ

જેનકિન્સવિલે: અમેરિકાના દક્ષિણ કેરોલિનામાં મોંઘી બીએમડબ્લ્યુ કારને લઈ જઈ રહેલી એક ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ. અા ઘટનામાં ટ્રેનમાં રાખેલી ૯૭ બીએમડબ્લ્યુ ગાડીઅો ડેમેજ થઈ છે. અા જાણકારી તંત્રના અધિકારીઅોઅે અાપી છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ ૧૦૦ વાહનોને બીએમડબ્લ્યુના ગિયર સ્થિત પ્લાન્ટથી ચાર્લ્સટન લઈ જવાનાં હતાં. અા ટ્રેન રવિવારે બપોરે કોલંબિયાની રાજધાની પાસે પાટા પરથી ઊતરી પડી. અધિકારીઅોના જણાવ્યા મુજબ અા ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી, પરંતુ બધી જ કાર ડેમેજ થઈ છે. અા ઉપરાંત બે એન્જિનને પણ નુકસાન પહોંચ્યું છે. અધિકારીઅોનું કહેવું છે કે ટ્રેન પાટા પરથી ઊતરવાના કારણે વાહનોની અવરજવર પર તેની અસર પડી શકે છે, કેમ કે ટ્રેનના ડબા ઠીક કરવા અને પાટાઅોના રિપેરિંગ માટે અહીં મોટાં સાધનો લાવવામાં અાવી રહ્યાં છે. બીએમડબ્લ્યુ લક્ઝરી ગાડી બનાવનારી જર્મન કંપની છે, જેની કાર ખૂબ જ મોંઘી હોય છે. દુનિયાભરમાં બીએમડબ્લ્યુની કાર ખૂબ જ લોકપ્રિય છે.
http://sambhaavnews.com/

You might also like