જાણો વડોદરા-આણંદ વચ્ચે કઇ-કઇ ટ્રેનો કરાઇ રદ્દ….

વડોદરા : રેલવે વિભાગ પાસેથી મળતી જાણકારી મુજબ આણંદ પાસે એન્જિનિયરિંગ કામના કારણે પશ્ચિમ ઝોન રેલેવ વિભાગ દ્વારા કેટલીક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. રેલવે વિભાગે 25મીથી 29 સુધી આ ટ્રેનો રદ્દ કરી હોવાનું જણાવ્યું હતું. રેલવે વિભાગે આપેલી માહિતી મુજબ સૌથી વધુ મેમુ અને પેસેન્જર ટ્રેન રદ્દ કરવામાં આવી છે. તેમજ એક્સપ્રેસ ટ્રેનના રૂટ બદલવામાં આવ્યાં નથી. રેલવે દ્વારા આ ટ્રેનો બંધ કરાતા ડેઇલી અપડાઉન કરતા મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડશે. રેલવે વિભાગે પાંચ દિવસ માટે બંધ કરેલ નવ ટ્રેનોની યાદી આ મુજબ છે..

  • વડોદરા – આણંદ પેસેન્જર ટ્રેન
  • આણંદ – વડોદરા પેસેન્જર ટ્રેન
  • આણંદ – વડતાલ પેસેન્જર ટ્રેન
  • વડતાલ – આણંદ પેસેન્જર ટ્રેન
  • આણંદ – અમદાવાદ મેમુ ટ્રેન
  • આણંદ – વડોદરા મેમુ ટ્રેન
  • આણંદ – અમદાવાદ મેમુ ટ્રેન
  • અમદાવાદ – આણંદ મેમુ ટ્રેન
  • અમદાવાદ – આણંદ મેમુ ટ્રેન
You might also like