ચેન્નઈ પાસે ત્રિવેન્દ્રમ મેલ ઊતરી જતાં ૧૦ને ઈજા

ચેન્નઈ: ચેન્નઈ નજીક અવાદીમાં ત્રિવેન્દ્રમ મેલના બે કોચ અચાનક પાટા પરથી ઊતરી જતાં ૧૦ મુસાફરને ઈજા થઈ હતી. જ્યારે ટ્રેન સામેથી બીજા ટ્રેક પર આવતી લોકલ ટ્રેન સાથે અથડાતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘવાયેલા મુસાફરોને નજીકની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે.

સૂત્રાેના જણાવ્યા અનુસાર ચેન્નઈ પાસે અવાદીથી પસાર થઈ રહેલા ત્રિવેન્દ્રમ મેલના બે કોચ એકાએક પાટા પરથી ઊતરી ગયા બાદ બીજા ટ્રેક પરથી જઈ રહેલી અેક લોકલ ટ્રેન સાથે અથડાઈ હતી. આ ઘટનામાં ઘવાયેલા મુસાફરોને નજીકની આર્મી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. આ અકસ્માત બાદ રેલવે વિભાગે ૧૩૫ લોકોની રાહત બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલી આપી હતી. જેમાં ડોક્ટર અને અેનડીઆરઅેફના લોકો સામેલ છે. અકસ્માતના કારણે આ લાઈન પરનો રેલવે વ્યવહાર ખોરવાઈ જતાં અનેક મુસાફરો અટવાઈ ગયા છે તેમજ અનેક ટ્રેનો મોડી પડી છે.

રેલવેતંત્રના જણાવ્યા અનુસાર રેલવે વ્યવહારને પૂર્વવત્ કરતાં થોડાે સમય લાગે તેમ છે. અકસ્માતથી કોઈ જાનહાનિ થયાનું જાણવા મળ્યું નથી. અેકાઅેક થયેલા અકસ્માતથી મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. તંત્ર દ્વારા હાલ રાહત બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને શક્ય તેટલી ઝડપથી આ લાઈન પરનો રેલવે વ્યવહાર પૂર્વવત્ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

You might also like