૧૦૦ મીટરના અંતરે બે યુવકનાં ટ્રેનની હડફેટે અાવી જતાં મોત

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રેન ગુરુજી બ્રિજ રેલવે ટ્રેક પર ગત રાત્રે બે યુવક ટ્રેનની અડફેટે અાવી જતાં તેઓનાં મોત નીપજ્યાં હતું. ગોરના કૂવા પાસે રહેતો અને માનસિક અસ્થિર યુવક ગત રાત્રે ટ્રેનની અડફેટે અાવી ગયો જ્યારે અન્ય એક યુવક પણ ટ્રેનની અડફેટે અાવી ગયો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે મણિનગર ગુરુજી બ્રિજ નજીક બે યુવકની ૧૦૦ મીટરની દૂરી પર લાશ પડી છે. જેથી મણિનગર અને રેલવે પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે બંને યુવકની તપાસ કરતા ખોખરા ગોરના કૂવા પાસે રહેતો અને છેલ્લા એક વર્ષથી માનસિક અસ્થિર એવા બાબુસિંહ દરબાર (ઉં.વ.૩૮) હોવાનું જાણવા મળ્યું હતું. યુવક અસ્થિર હોઈ પોતે ટ્રેનની અડફેટે અાવી ગયો હોવાનું પોલીસે નોંધ્યું હતું.

બીજી તરફ મણિનગર પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. રેલવે પોલીસે પણ અજાણી વ્યક્તિના ટ્રેનમાંથી પડી જવાને કારણે મોત અંગે નોંધ કરી અને તપાસ શરૂ કરી છે.

You might also like