ઇન્દોર એક્સપ્રેસ ઉપરાંત પણ ભારતમાં થયેલા હૃદય દ્રાવક અકસ્માતો

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશનાં કાનપુરના પુખરાયા નજીક ઇન્દોર – પટના એક્સપ્રેસ ટ્રેનની 14 બોગીઓ પાટા પરથી ઉતરી ગઇ. દુર્ઘટનામાં 100થી વધારે યાત્રીઓનાં દુખદ અવસાન થઇ ચુક્યા છે. જ્યારે 150થી વધારે લોકો ઘાયલ પણ જણાવાઇ રહ્યા છે. આ ટ્રેન ઇન્દોરથી પટના જઇ રહી હતી. જો કે ભારતીય ઇતિહાસમાં અગાઉ પણ ભયંકર રેલ્વે દુર્ઘટનાઓ થઇ છે. જેમાં સેંકડો લોકોનાં જીવ જઇ ચુક્યા છે.
1. ઇન્દોર – પટના એક્સપ્રેસ ટ્રેન પહેલા 20 માર્ચ, 2015એ દેહરાદુનથી વારાણસી જઇ રહેલી જનતા એક્સપ્રેસ પણ પાટા પરથી ઉતરી ગઇ હતી. તે રેલ્વે દુર્ઘટનામાં પણ 34 લોકોનાં મોત થયા હતા.
2. 4 મે, 2014ના દિવસે દિવા સાંતવાદી પેસેન્જર ટ્રેન નાગોઠાને અને રોહા સ્ટેશન વચ્ચે પાટા પરથી ઉતરી ગઇ હતી. જેમાં 20 લોકોનાં મોત નિપજ્યા હતાં.
3. 28 ડિસેમ્બર, 2013ના રોજ બેંગ્લોર – નાંદેડ ટ્રેનમાં આગ લાગી જવાનાં કારણે 26 લોકોનાં મોત નિપજ્યા હતા. આગ ટ્રેનનાં એસી કોચમાં લાગી હતી.
4. 2013માં જ 19 ઓગષ્ટે રાજ્યરાની એક્સપ્રેસની ઝપટે ચડી જવાનાં કારણે બિહારનાં ખગડિયા જિલ્લામાં 28 લોકોનાં મોત નિપજ્યા હતા.
5. વર્ષ 2012 રેલ્વે દુર્ઘટનાનું વર્ષ રહ્યું. 2012માં કુલ 14 રેલ્વે અકસ્માત થયા હતા. 30 જુલાઇએ દિલ્હીથી ચેન્નાઇ જનારી તમિલનાડુ એક્સપ્રેસનાં એક કોચમાં નેલ્લોર પાસે આગ લાગી. જેમાં 30થી વધારે લોકોનાં મોત નિપજ્યા હતા. ઼
6. વર્ષ 2011માં 7 જુલાઇએ ઉત્તર પ્રદેશમાં એખ ટ્રેન અને બસની ટક્કરમાં 38 લોકોનાં મોત નિપજ્યા હતા.
7. 2010માં 20 સપ્ટેમ્બરએ મધ્યપ્રદેશની શિવપુરીમાં ગ્વાલિયર ઇન્ટરસિટી એક્સપ્રેસ એક માલગાડી સાથે અથડાઇ હતી. આ ટક્કરમાં 33 લોકોનાં મોત નિપજ્યા હતા.
8. 2010માં જ 19 જુલાઇએ પશ્ચિમ બંગાળમાં ઉત્તરબંગ એક્સપ્રેસ અને વનાંચલ એક્સપ્રેસની ટક્કરમાં 62 લોકોનાં મોત નિપજ્યા હતા.
9. 28 મે 2010એ પશ્ચિમ બંગાળમાં જ નકસલવાદી હૂમલામાં જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઇ, ત્યાર બાદ 170 લોકોનાં મોત નિપજ્યા હતા.

You might also like