“વન નાઇટ સ્ટેન્ડ”નું ટ્રેલર રિલીઝ

મુંબઇઃ સની લિયોનની ફિલ્મ “વન નાઇટ સ્ટેન્ડ”નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં સનીનો તેના હોટ અવતારમાં જોવા મળશે.  ફિલ્મની વાર્તા બે લોકોએ એક સાથે પસાર કરેલી એક રાત પરની છે. જેમાં બંને વચ્ચે સંબંધ બંધાય છે અને પછી બંનેને પ્રેમ થઇ જાય છે. ડાયરેક્ટર જૈસ્મીન ડિસૂઝાની ફિલ્મમાં સની અને એક્ટર તનુજ મુખ્ય કિરદારમાં છે. તનુજ આ પહેલાં “પુરાની જિન્સ” અને “લવ યુ સોનિયો”માં કામ કરી ચૂક્યો છે. તનુજ જાણીતી અભિનેત્રી રતિ અગ્નિહોત્રીનો પુત્ર છે. ફિલ્મમાં સની લિયોન સ્ત્રીની ઇચ્છાઓની વાત કરી રહી છે અને પુરૂષની સત્તા અને સ્ત્રીઓ પર તેઓ જે રીતે હક જતાવતા હોય છે તેની પર પોતાનો વિરોધ વ્યક્ત કરતી હોય છે. આ ફિલ્મનું મુખ્ય ફોકસ સની લોયન છે. જેનો બોલ્ડ અંદાજ તેના ટ્રેલરમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ 29 એપ્રિલના રોજ રિલીઝ થશે.

You might also like