માત્ર 48 કલાક વધારે રાહ જુઓ, જાણવા મળશે રઇસનું ટ્રેલર ક્યારે ક્યાં લોન્ચ કરાશે

મુંબઇ: બોલિવુડ કિંગ ખાનની આગામી રિલીઝ થનાર ફિલ્મ ‘ડિયર જિંદગી’ છે પરંતુ ચર્ચાઓમાં ‘રઈસ’ પણ છવાયેલ છે. બાદશાહની ફિલ્મ ‘રઈસ’ ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના પ્રોડ્યુસરે જાહેરાત કરી છે કે, ૪૮ કલાકમાં ‘રઈસ’ ના ટ્રેલરની પૂરી માહિતી આપવામાં આવશે.

થોડા દિવસ પહેલા એવી ખબર સામે આવી હતી કે, શાહરૂખના બર્થડે પર ફિલ્મ રઈસનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે પરંતુ એવું થયું નહિ. હવે એવી ખબર સામે આવી રહી છે કે, ૪૮ કલાકમાં તમને ખબર પડશે કે રઈસનું ટ્રેલર ક્યારે અને ક્યાં લોન્ચ કરવામાં આવશે.

થોડા દિવસ પહેલા શાહરૂખે જણાવ્યું હતું કે, ટ્રેલર એડિટ થઈને તૈયાર થઇ ગયું છે. સેન્સર તરફથી લીલી ઝંડી પણ મળી ગઈ છે પરંતુ તકનીકી રૂપથી તેને વધારે શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને ટ્રેલર પર કામ કરવામાં આવી રહ્યું છે.


ફિલ્મના પ્રોડ્યુસર રિતેશ સિધવાનીએ ટ્વીટ કરી કે, ફિલ્મ રઈસના ટ્રેલર લોન્ચની જગ્યા અને તારીખની ૪૮ કલાકમાં જાહેરાત થશે.’

તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા એવી ખબર સામે આવી હતી કે, શાહરૂખે પ્લાન કર્યું છે કે, રઈસનું ટ્રેલર ‘ડિયર જિંદગી’ ની પ્રિન્ટસ સાથે અટેચ કરવામાં આવશે અને ડિયર જિંદગી ની રિલીઝ ૨૫ નવેમ્બરના એક બે દિવસ પહેલા રાખેલ ઇવેન્ટમાં ફિલ્મ ‘રઈસ’ નું ટ્રેલર થશે લોન્ચ. ‘રઈસ’ આગામી વર્ષે ૨૬ જાન્યુઆરી ૨૦૧૭ ના દિવસે થશે રિલીઝ.

You might also like