ફિલ્મ “સરબજીત”નું ટ્રેલર જોઇને ચોક્કસ આવી જશે આંસુ

મુંબઇઃ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને રણદિપ હુડ્ડાની આગામી ફિલ્મ “સરબજીત”નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. ફિલ્મમાં રણદીપ હુડ્ડા ભારતીય ખેડૂત સરબજીતનો રોલ અદા કરી રહ્યો છે. જે ભૂલથી બોર્ડર પાર કરીને પાકિસ્તાનમાં પહોંચી જાય છે અને ત્યાં તેમને જેલમાં પૂરી દેવામાં આવે છે. જેનું મૃત્યુ પણ પાકિસ્તાનની જેલમાં જ થઇ જાય છે. આ  ફિલ્મમાં ઐશ્વર્યા રાય સરબજીતની બહેન દલજીતનો રોલ કરી રહી છે. જે પોતાના ભાઇને પોતાના વતન પાછો લાવવા માટેના બનતા પ્રયાસો કરે છે. ફિલ્મમાં ઐશ્વર્યા અને રણદીપની જવાનીથી લઇને વૃદ્ધાઅવસ્થા સુધીની સફર બતાવવામાં આવી છે. બંનેની એક્ટિંગ ખૂબ જ ઉમદા છે. આ ફિલ્મમાં ફેનની ઉમેદો પર બંને ખરા ઉતરે તેવી શક્યા છે. આ ફિલ્મમાં રિચા છઠ્ઠા સરબજીતની પત્નીના રોલમાં છે. પાકિસ્તાનમાં કેટલાક કેદીઓએ સરબજીત પર હુમલો કર્યો હતો.તેના કારણે તેનું મોત થયું હતું.

You might also like