મુંબઇઃ અભિનેત્રી રાધિકા આપટેની આગામી ફિલ્મ “ફોબિયા”નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. ફોબિયા મતલબ કોઇ વસ્તુ અંગેનો ડર વ્યક્તિમાં એટવો વધી જાય છે કે ડરને કારણે વ્યક્તિ તે કામ કરી જ નથી શકતો. ફિલ્મમાં રાધિકા મહેક નામની છોકરીના રોલમાં છે જે સીવિયર એક્રોફોબિયા છે. તે એવું માને છે જો તે ઘરની બહાર નિકળશે તો તે જ થશે જે તે રાત્રે થયું હતું. બસ આ જ ડરને કારણે તે ઘરની બહાર નથી જતી. મહેક ઘરથી બહાર જવા માટે ડરે છે એટલું જ નથી પરંતુ ઘરમાં પણ અનેક વસ્તુઓથી ડરે છે. જેને કારણે તે ઘરમાં પણ રહી શકતી નથી. મહેક સાથે કાંઇક એવી ઘટનાઓ બને છે કે જેને જોઇને તમે પણ ડરી જશો. આ ફિલ્મને પવન કૃપલાનીએ ડિરેક્ટ કરી છે. જે 27 મેના રોજ રિલીઝ થશે.