શાનદાર, જબરદસ્ત ‘બાહુબલી 2’ નું ટ્રેલર થયું રિલીઝ

મુંબઇ: ‘બાહુબલી ધ કન્ક્લૂઝન’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર ચાર ભાષાઓ તેલૂગુ, હિંદી, તમિલ અને મલાયલમમાં રિલીઝ કરવામાં આવ્યું છે.

ફિલ્મના નિર્માતા ટ્રેલર પહેલા જ પ્રશંસકોને એનું મોસ્ટર પોસ્ટર્સ અને ટીઝર દેખાડી ચૂક્યા છે. કરણ જ્હોરે ફિલ્મનું ટ્રેલર ટ્વિટ કર્યું છે.


ટ્રેલર જોરદાર છે. પરંતુ ટ્રેલર જોઇને હજુ પણ દર્શકોને એમના પ્રશ્નનો જવાબ મળ્યો નથી કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ટ્રેલરમાં જોરદાર લોકેશન્સ, વાસ સીન્સ અને શાનદાર વિઝુઅલ ઇફેક્ટ્સ દેખાડવામાં આવ્યા છે. ફિલ્મનું ટ્રેલર 2 મિનીટ અને 24 સેકેન્ડ લાંબુ છે. ટ્રેલરની શરૂઆતમાં અમરેદ્ર બાહુબલી માહિષ્મતી રાજ્યની રક્ષાના શપથ લેતા નજરે જોવા મળે છે અને કહે છે કે એના માટે જીવ પણ આપી દેશે. ફ્લેશબેકમાં અમરેન્દ્ર બાહુબલી અને દેવસેના એટલે કે પ્રભાસ અને અનુષ્કાની લવસ્ટોરી જોવા મળી રહી છે. ટ્રેલરમાં બાહુબલી કટપ્પાને કહે પણ છે કે જો તે એમની સાથે છે તો કોઇ મારી શકશે નહીં.

ફિલ્મના ડાયરેક્ટર એસ.એસ.રાજમૌલી છે. એમાં પ્રબાસ મહત્વની ભૂમિકામાં નજરે જોવા મળે છે અને એમની સાથે પ્રભાસ, રાણા દગ્ગબાતી, તમન્ના ભાટિયા, અનુષ્કા શેટ્ટી, સત્યરાજ અને રામ્યા કૃષ્ણન જેવા સ્ટારકાસ્ટ છે.

http://sambhaavnews.com/

You might also like