હવે મહિને ફક્ત રૂ.૧૩૦માં ૧૦૦ ચેનલ જોવા મળશે

નવી દિલ્હી: જો ટ્રાઇના પ્રસ્તાવને મંજૂરી મળશે તો હવે લોકોને માસિક રૂ.૧૩૦માં ૧૦૦ ચેનલ જોવા મળશેે. પ્રસારણ ક્ષેત્રના રેગ્યુલેટર ટ્રાઇએ પ્રસ્તાવ રજૂ કર્યો છે કે ટીવી નિહાળતા સામાન્ય પરિવારને ૧૦૦ સ્ટાન્ડર્ડ ડેફિનેશન (એસડી) ચેનલ જોવા માટે સેટટોપ હેતુ માટે રૂ.૧૩૦ માસિક ભાડું આપવું જોઇએ. ટ્રાઇએ પોતાના આદેશના એક નવા મુસદ્દામાં એવો પ્રસ્તાવ રજૂ કર્યો છે કે સામાન્ય દર્શકોને રૂ.૧૩૦માં ૧૦૦ ચેનલ નિહાળવાની સુવિધા આપવી જોઇએ. ટ્રાઇએ પોતાના આ પ્રસ્તાવ પર સૂચનો મંગાવ્યાં છે. ટ્રાઇએ જણાવ્યું છે કે બ્રોડકાસ્ટર દ્વારા પોતાની અલગ અલગ ચેનલો માટે (અલ્લા કાર્ટે) મહત્તમ રિટેઇલ ભાવ જાહેર કરવા જોઇએ. ટ્રાઇએ પ્રસ્તાવ રજૂ કરીને ર૪ ઓકટોબર સુધીમાં તેના પર સૂચનો મોકલી આપવા જણાવ્યું છે.

You might also like