ભૂમધ્યસાગરમાં 2 નૌકા દુર્ઘટનામાં 240 લોકોના મોત, અત્યાર સુધીમાં 4200થી વધુ લોકોના મોત

મિલાન: લીબિયા કિનારા પાસે ગુરુવારે નૌકા ડુબી જવાની બે ઘટના સામે આવી છે જેમાં કુલ 240 લોકોના ડૂબી જવાથી મોત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સીએ આ વિશે જાણકારી આપી છે. ભૂમધ્યસાગર પાર કરતી વખતે થયેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધી 4220થી વધુ પ્રવાસીઓના મોત થયા છે.

ઇટાલીમાં યુએનએચસીઆરના પ્રવક્તા કારલોટા સામીનું કહેવું છે કે બંને નૌકામાંથી 31 પ્રવાસીઓ બચાવીને લેપેડ્ડસા દ્રીપ પર લાવવામાં આવ્યા છે. પહેલી નૌકામાં 6 બાળકો અને 20 મહિલાઓ સહિત 140 લોકો સવાર હતા.

લીબીયા કિનારાથી આશરે 40 કિલોમીટર દૂર નૌકાની નીચેનો ભાગ તૂટી ગયો અને નૌકા સમુદ્રમાં ડૂબી ગઈ. આ ઘટનામાં 29 લોકોને બચાવી લેવાયા છે અને 12 લાશો કાઢવામાં આવી છે. જ્યારે નૌકાની દુર્ઘટના પછી રાહતકર્મીઓએ બે મહિલાને બચાવી લીધી જ્યારે 128 લોકો ડૂબીને માર્યા ગયા. યુએનએચસીઆરના જણાવ્યા પ્રમાણે, મરનારાઓની સંખ્યા હજી વધી શકે છે.

You might also like