લીંબડી- અમદાવાદ હાઇવે પર અકસ્માત બાદ 10 કિલોમીટર લાંબો જામ

અમદાવાદ : સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. લીંબડી-અમદાવાદ હાઇવે પર પાણશીણા ગામના પાટિયા પાસે ખાનગી ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નહોતી. જો કે અકસ્માત ગ્રસ્ત વાહનોને કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

આ ઘટના બાદ અંદાજે 8 થી 10 કિલોમીટર સુધી ટ્રાફિક જામમાં અનેક નાના મોટા વાહનો કલાકો સુધી ફસાઈ રહ્યા હતા.જયારે આ બનાવની જાણ થતા લીંબડી DYSP, હાઇવે પોલીસ સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને ક્રેનની મદદથી હાઇવે પરના અકસ્માતગ્રસ્ત વાહનો દૂર કરી ટ્રાફિકને હળવો કર્યો હતો.

જો કે આ વાહનો હટાવાયા ત્યાં સુધી હાઇવે પર લાંબો જામ લાગ્યો હતો. બંન્ને તરફ વાહનો રોંગસાઇડ આવીને એવી રીતે ફસાઇ ગયા હતા કે પોલીસને ટ્રાફીક હળવો કરતા ઘણો લાંબો સમય લાગ્યો હતો.

You might also like