મહિલાઓને હોમ સર્વિસનાં નામે દેહ વ્યાપારમાં ધકેલવાનું કૌભાંડ

અમદાવાદ : વિદેશ જવા માટે એજન્ટને રાખતા પહેલા ચેતજો. કેમ કે અમદાવાદની મહિલાને મુંબઇની એક મહિલા અને પુરૂષ એજન્ટે તેના પતિને સાઉદી અરેબિયા નોકરી મોકલવાની વાત કરી હતી. ત્યારે નોકરીના બહાને મહિલાને ધકેલાઇ દેહ વ્યાપારમાં.

એક વર્ષ અગાઉ તેણે અને તેના પતિએ વિદેશ જવા માટે ઇચ્છા રાખી અને તેના માટે અથાગ પ્રયાસો કર્યા હતા. ત્યારે મહિલાનો સંપર્ક મુંબઇના એજન્ટ નાસીર અહેમદ અને નઝમા સાથે થયો હતો. પતિને સાઉદી અરેબિયા મોકલવા અઢી લાખ રૂપિયા ફી માંગી અને ત્યાં બધું જ સેટઅપ કરી દેવા માટે હૈયા ધારણા આપી હતી. એજન્ટોએ પતિ પત્નીને અરેબિયાના તમામ શહેરમાં મોકલી દીધા અને ત્યાંથી બંનેને અલગ અલગ શહેરમાં નોકરી અપાવી દીધી.

મહિલાને બ્યુટી પાર્લરમાં પતિને ડ્રાઇવરની નોકરી અપાવી દીધી. મહિલાને બળજબરીથી દેહ વેપારનો ધંધો કરાવ્યો હતો. હવસખોરોએ અઘટિત માંગણીઓ કરી મહિલાને પીંખી નાખી. 14 મહિના સુધી મહિલાએ તેની સાથે થતા અન્યાયને સહન કર્યો, અને ત્યારબાદ મહિલા પર પોલીસ કેસ થતાં જ તે જેલમાં રહી અને ત્યારબાદ વકીલ મારફતે સંપર્ક કરી મુંબઇ પોલીસમાં ફરિયાદ દાખલ કરી અને અમદાવાદ આવી પહોંચી.

You might also like