ટ્રાફિક પોલીસકર્મીઓ આરોગ્ય અંગે બેપરવાઃ માસ્ક પહેરતા નથી

અમદાવાદ: શહેરમાં ચિંતાજનક રીતે વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરનાર પોલીસ કર્મચારીઓ વાયુ પ્રદૂષણના કારણે તેમની ત‌િબયતને લઇ ચિંતામાં મુકાયા છે.

વધી રહેલા વાયુ પ્રદૂષણના કારણે પોલીસ કર્મચારીઓની ત‌િબયત બગડે નહીં અને તેમના શરીરમાં રોગ ઘર ના કરી જાય તે માટે એનઆઇડીએ ડિઝાઇન કરેલાં પાંચ હજાર સ્પેશિયલ માસ્ક ટેક્સટાઇલ રિસર્ચ અસોસિયેશન (ATIRA)એ પોલીસને આપ્યાં છે, જોકે આજે શહેરના કોઇ પણ ટ્રાફિક જંક્શન પર પોલીસના કર્મચારીઓના મોઢા પર માસ્ક દેખાતાં નથી. દસ દિવસ પહેલાં પાંચ હજાર માસ્ક પોલીસ વિભાગને આપવામાં આવ્યાં હતાં, જેનું વિતરણ પર ટ્રાફિકમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓને થઇ ગયું છે.

શહેરમાં વાહનચાલકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે વાયુ પ્રદૂષણ પણ વધી રહ્યું છે. ઇન્ડ‌િસ્ટ્રયલ એ‌િરયા જેવા કે વટવા, ઓઢવ, ર‌િખયાલ વિસ્તારમાં કારખાનાંઓના ધુમાડા પણ વાયુ પ્રદૂષણ ફેલાવે છે.

આવા ટ્રાફિકથી ગીચોગીચ રહેલા શહેરમાં તડકા-છાંયાની ચિંતા કર્યા વગર ટ્રાફિકને કંટ્રોલ કરતા પોલીસ કર્મચારીઓ છાતીના રોગ, દમની બીમારી, ડાયા‌િબટીસ જેવા અનેક રોગથી પીડાતા હોય છે. કાળઝાળ ગરમી અને પ્રદૂ‌િષત વાતાવરણમાં કામ કરતા પોલીસ કર્મચારીઓ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (એનઆઇડી)એ સ્પેશિયલ માસ્ક બનાવ્યાં હતાં, જેને અમદાવાદ ટેક્સટાઇલ રિસર્ચ અસોસિયેશને નેનો ફાઇબરની મદદથી બનાવ્યાં છે.

માસ્ક બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવેલી નેનો વેબ બેઝ્ડ ટેક્નોલોજીની મદદથી બેક્ટેરિયા અને વાઇરસ ફિલ્ટર થાય છે, જેના કારણે ટ્રાફિક પોલીસે શહેરમાં પ્રદૂષણભર્યા વાતાવરણમાં આખો દિવસ ઊભા રહેવાનું હોય તો આ માસ્ક તેમના માટે સુરક્ષાકવચની જેમ મદદ થાય છે.

આ માસ્કમાં નેનો ફાઇબર ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો હોવાથી બેક્ટેરિયા અને વાઇરસ સહિતના જમ્સ તેમજ ર.પ માઈક્રોન સુધીના રજકણો ફિલ્ટર થઈ શકે છે.

ટ્રાફિકના ઇન્ચાર્જ ડીસીપી દીપક વ્યાસે જણાવ્યું છે કે વધુ પ્રદૂષણ હોય તેવા જંક્શન પર ટ્રાફિક પોલીસ કર્મચારીને માસ્ક આપી દેવામાં આવ્યાં છે અને બીજાં માસ્કનું વિતરણ ચાલી રહ્યું છે.

You might also like