ટ્રાફિક પોલીસ અા વિદ્યાર્થી પાછળ હાથ ધોઈને પડી છે!

અમદાવાદ: ટ્રાફિક પોલીસ રોજેરોજ સંખ્યાબંધ ઈ-મેમો ઈશ્યુ કરે છે. ઈ-મેમોમાં અનેક છબરડાની ફરિયાદો ઊઠતી હોય છે, એના કારણે લોકો પરેશાન થાય છે. ટ્રાફિક પોલીસની ‌િસટી સ‌ર્વેલન્સ અને ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મો‌િનટરિંગ સિસ્ટમમાં પણ અનેક છબરડાઓ થાય છે અને હવે ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસકર્મીઓને સ્માર્ટફોન અાપી દીધા. વાહનનો ફોટો પાડી ટ્રાફિક કન્ટ્રોલરૂમમાં ઇ-મેમો ઇશ્યૂ કરાય છે, બોડકદેવ વિસ્તારમાં રહેતો એક વિદ્યાર્થી એક જ ફોટા પરથી ૮ મેમો ઇશ્યૂ કરાયા હોવાની ભૂલનો સૌથી વધુ ભોગ બન્યો છે.

અમદાવાદના બોડકદેવ ખાતે રહેતા તથા એિન્જનિય‌િરંગનો અભ્યાસ કરતા ભાર્ગવ અશોકભાઇ કોડી‌નારિયાને અમદાવાદ ટ્રાફિક પોલીસ તરફથી તારીખ 14-4-17થી 13-5-17 દરમિયાન એક જ ફોટાના આધારે એક-બે-ત્રણ નહીં, પરંતુ આઠ-આઠ ઈ-મેમો ફટકારી દેવાતાં આ વિદ્યાર્થી અચંબા મુકાઈ ગયો છે. ટ્રાફિક પોલીસે ઇ-મેમોની સંખ્યા વધારવા એક જ ફોટાનો દુરુપયોગ કરી અલગ અલગ કલમ હેઠળ ઇ-મેમો ફટકારતાં પોલીસની કામગીરી પર સવાલ
ઊઠ્યા છે.

આ વિદ્યાર્થીએ ઈસ્કોનબ્રિજ નીચેના પાર્કિંગ ઝોનમાં સ્કૂટર પાર્ક કર્યું હતું. આ પાર્ક કરેલા સ્કૂટરના ફોટા સાથેનો ઇ-મેમો સૌથી પહેલાં તારીખ 18-4-17ના રોજ આવ્યો હતો. ત્યારબાદ ઉપરાઉપરી બે મેમો આ જ ફોટા સાથે અલગ અલગ ઈ-ચલણ દ્વારા તારીખ 20-4-17 અને 23-4-17ના રોજ એમ બે મેમો આવ્યા હતા. આટલો આઘાત ઓછો ન હોય તેમ ટ્રાફિક પોલીસે આઠ-આઠ મેમા એક જ વ્યક્તિને એક જ ગુનામાં ફટકારી દીધા છે.

જ્યારે પહેલાે ઈ-મેમો આવ્યો ત્યારે ભાર્ગવભાઈ જામનગર હોવાથી ઈ-મેમો ભરી શક્યા ન હતા. ઈ-મેમો ભરવા માટે આમ તો 10 દિવસનો સમય હોય છે. આ સમય પૂરાે થયા પછી ટ્રાફિક પોલીસ બીજો ઈ-મેમો મોકલી શકે છે, પરંતુ ભાર્ગવભાઈને તો બે દિવસના અંતરમાં ઈ-મેમો ફાળવી દેવાયા હતા, તેમાં પણ દરેક ચલણમાં અલગ અલગ કલમ હેઠળ દંડ કરવામાં આવ્યો છે. તેમણે બે મેમામાં 100 રૂપિયા અને છ મેમામાં 300 રૂપિયા લેખે દંડ આપી દીધો છે. તેમજ દરેક અલગ અલગ ચલણ નંબરમાં બે મેમોમાં ૧૦૦ રૂપિયા લેખે ર૦૦ રૂપિયા, ૬ મેમોમાં ૩૦૦ રૂપિયા લેખે ૧૮૦૦ રૂપિયા, ટોટલ ર૦૦૦નો દંડ ભાર્ગવભાઇને ફટકારવામાં આવ્યો છે. હાલમાં ભાર્ગવભાઈ કહી રહ્યા છે મને હજુ ઈ-મેમો વધુુ મળશે લેવું લાગી રહ્યું છે,

ભાર્ગવભાઇને જે ઈ-મેમો સૌથી પહેલાં તા.18-4-17, ત્યારબાદ તા.20-4-17, 23-4-17, 2-5-17, 6-5-17, 8-5-17, 11-5-17, 13-5-17ની તારીખવાળા ઇ-મેમો ટ્રાફિક પોલીસે મોકલી દેતાં તંત્રની બેદરકારી સામે આવી છે. ભૂતકાળમાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરવા બદલ, સીટબેલ્ટ ન બાંધ્યો હોય તેવા કારચાલકના ફોટા સાથે ઇ-મેમો ફટકારી દેવામાં આવ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. આવી ગંભીર બેદરકારીના કારણે શહેરજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ટ્રાફિક પોલીસ દ્વારા રોજના 5000 જેટલા ઈ-મેમા ફટકારવામાં આવે છે એટલે ટ્રાફિક પોલીસ એક ફોટા પરથી અનેક ઈ-મેમો ફટકારી રહી છે. ટ્રાફિક પોલીસ ઈ-મેમોની સંખ્યા વધારવા માટે અને હવે એક જ ફોટા પરથી વારંવાર ઈ-મેમો અલગ અલગ કલમ હેઠળ ફટકારવાનું કૌભાંડ કરી રહી હોય તેવું સામે આવ્યું છે. ટ્રાફિકના ઉચ્ચ અધિકારીના ધ્યાને આ વાત લાવવામાં આવે છે ત્યારે ટેકનિકલ તકલીફ ઊભી થઇ હોવાનું બહાનું કાઢતા હોય છે. હકીકતમાં ટ્રાફિક પોલીસકર્મી દ્વારા એક જ ફોટાે ટ્રાફિક કંટ્રોલમાં મોકલીને ઈ-ઇમો બનાવવા માટેનું કૌભાંડ આચરવામાં આવે છે ત્યારે ટ્રાફિકના અધિકારીઓ આ અંગે કોઇ પણ પ્રકારની તપાસ કરતા નથી. જો ખરેખર ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તો ઘણું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.

ટ્રાફિકના ઇન્ચાર્જ જેસીપી ડો. સુધીરકુમાર દેસાઇએ જણાવ્યું કે એક જ વ્યક્તિને એક જ ફોટા પરથી વધુ ઇ-મેમો ઇશ્યૂ થઇ ગયા હોવાની ટેક‌િનકલ ખામી સામે આવી હતી, જેને અમે દૂર કરી દીધી છે અને એક જ ઇ-મેમાે રાખીને બાકીના ઇ-મેમો રદ કરવામાં આવી રહ્યા છે.
પ્રિતેશ પ્રજાપતિ

You might also like