ટ્રાફિકના અવાજથી વધી જાય છે હાર્ટ એટેકનું જોખમ

હાઇવે નજીક રહેવું તમારા પૃદય માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા સર્વેક્ષણ પરથી જાણવા મળ્યું છે કે ટ્રાફિકના અવાજના કારણે હાર્ટએટેક આવવાનું જોખમ વધી જાય છે. મુસાફરી દરમિયાન થતો અવાજ, રેલ્વેનો અવાજ. હવાઇ યાત્રા ના અવાજથી વ્યક્તિના પૃદય પર ખૂબ ઊંડી અસર પડે છે.

જર્મનીમાં થયેલા એક સંશોદન પરથી જાણવા મળ્યું કે લોકો રાઇન મુખ્ય વિસ્તારમાં રહેતા હત, જ્યાં અવાજ વધારે થતો હતો, તે લોકોમાં હાર્ટ એટેકથી મરવાનું કારણ સૌથી વધુ જાવા મળ્યું છે. આ 2005ના આંકડાઓ પરથી તારણ કાઢવામાં આવ્યું હતું.

જ્યારે ફક્ત આવા રોગીઓ પર જ 2014 અને 2015માં અભ્યાસ કરવામાં આવ્યો કે જેમનું મૃત્યુ હાર્ટએટેકથી થયું હોય, તો અવાજ અને દિવનો ગાઢ સંબંધ સંશોધનકર્તાને જોવા મળ્યું. અવાજ પ્રદૂષણનો પ્રભાવ, સૌથી વધારે વ્યક્તિના કાનો અને દિલ પર પડે છે. હવાઇ મુસાફરી દરમિયાન પણ 65 ડેસીબલથી વધારેનો અવાજ હોવો જોઇએ નહીં. નહીં તો પછી યાત્રીઓને પ્રોબ્લેમ થઇ શકે છે.

સંશોધન કર્તાને એ વાતનો પણ સંકેત દેખાયો છે કે ટ્રાફિકનો પ્રભાવ, વ્યક્તિના સ્વાસ્થય પર પણ ગાઢ જોવા મળે છે. જો કે સંશોધકોએ ફક્ત અવાજ અને દિલના દોરા માટે જ જાણકારી મળી છે.

You might also like