ભારતની અર્થવ્યવસ્થા પર થાય છે traffic જામની અસર, જાણો કેટલા રૂપિયાનું થાય છે નુકસાન

મેટ્રો શહેરોમાં ટ્રાફીક જામ થવું સામાન્ય છે, ખાસ કરીને દિલ્હી, મુંબઈ, બેંગલોર અને કોલકાતા જેવા શહેરોમાં. શું તમને ખબર છે કે આ જામને કારણે દેશની અર્થવ્યવસ્થાને વાર્ષિક રૂ. 1.47 કરોડના મૂલ્યનો ચૂનો લાગે છે. હા, તે વૈશ્વિક કન્સલ્ટન્સી કંપનીના અભ્યાસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. પીકના કલાકોમાં સવારે 7-9 અને સાંજે 6-8 માં નોર્મલ કરતા ડોઢ ગણા લોકો રસ્તા પર વાહન ચલાવી રહ્યા હોય છે.

દેશના ચાર મોટા શહેરોમાં થયેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે બેંગલુરુ અને દિલ્હીની તુલનામાં કોલકાતા સૌથી ખરાબ શહેર છે. આ સર્વેક્ષણ જાન્યુઆરીમાં કરવામાં આવ્યું હતું. ભલે મોટાભાગના વાહનો દિલ્હીમાં રજીસ્ટર થયા હોય પણ તેના સારા રોડ નેટવર્કને કારણે તેમની સ્થિતિ થોડી સારી છે. દિલ્હીના કુલ વિસ્તારોમાં 12% માં રસ્તાઓને બાંધવામાં આવ્યા છે. કોલકાતા વિશે વાત કરીએ તો, માત્ર 6% સારા રસ્તાઓનું નેટવર્ક છે. આ સર્વેક્ષણમાં દરેક શહેરના 300 લોકોનો સમાવેશ થાય છે.

અહેવાલ મુજબ, દિલ્હીના 45% લોકોએ પોતાની કારનો મુસાફરી માટે ઉપયોગ કરે છે. બેંગલોરમાં, આ આંકડો 38% છે. સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરતા લોકોની દ્રષ્ટિએ, મુંબઈ પ્રથમ સ્થાને છે. આ કિસ્સામાં બેંગ્લોરના આંકડા સૌથી ખરાબ છે. કોલકાતાના લોકો પણ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે. શહેરી પરિવહન નિષ્ણાત પ્રોફેસર એન રંગાનાથના જણાવ્યું અનુસાર – ખાનગી મિનિબસ કોલકાતામાં પરિવહનનું મુખ્ય સાધન છે. મોટાભાગના લોકો અહીં સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરતા હોવા છતાં, ખરાબ રોડ નેટવર્કને કારણે તે સંકુચીત રહે છે.

You might also like