ભારતનાં ચાર શહેરોમાં ટ્રાફિક દરમિયાન ૧.૪૩ લાખ કરોડનું નુકસાન

નવી દિલ્હી: બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ (બીસીજી) અને કેબ સંચાલક કંપની ઉબેરના એક રિપોર્ટમાં ચોંકાવનારાં તથ્યો સામે આવ્યાં છે. રિપોર્ટ મુજબ ભારતનાં ચાર મુખ્ય શહેર સમગ્ર એશિયાનાં શહેરોમાં ૧૪૯ ટકા વધુ ભીડભાડવાળાં છે. ‌િપક ટ્રાફિક અવર્સ દરમિયાન આ ચાર શહેરોમાં વાર્ષિક ૧.૪૩ લાખ કરોડ રૂપિયાનું નુુકસાન થઇ રહ્યું છે.

આ રિપોર્ટ દિલ્હી, મુંબઇ, બેંગલુરુ અને કોલકાતામાં કરાયેલા સર્વે પર આધારિત છે. ઉબેરના ગ્લોબલ સીઓઓ બનેલા હાર્ફોર્ડ, ડીસીજીના ગ્લોબલ સેક્ટર હેડ સુરેશ સુબુધિ અને ઉબેરના સિનિયર ડિરેક્ટરની હાજરીમાં આ રિપોર્ટ તૈયાર કરાયો છે.
રાઇડ શેરિંગ સમસ્યાનું સમાધાન

રોજિંદી સફરમાં દિલ્હી, મુંબઇ, બેંગલુરુ અને કોલકાતામાં સામાન્ય કરતાં દોઢ ગણો વધુ સમય લાગે છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે ટ્રાફિક સંકટ સામે લડવા રાઇડ શેરિંગ એકમાત્ર ઉપાય છે. રિપોર્ટ મુજબ હાલમાં રાઇડ શેરિંગના કારણે પ્રાઇવેટ કારમાં ૩૩થી ૬૮ ટકા ઘટાડો થયો છે અને ટ્રાફિક લોડ ૧૭થી ૩૧ ટકા ઘટી શકે છે.

૮૯ ટકા લોકોનો કાર ખરીદવાનો પ્લાન
આ સર્વેમાં ૮૯ ટકા લોકોનો આગામી પાંચ વર્ષમાં કાર ખરીદવાનો પ્લાન છે તેમાંથી ૭૯ ટકા લોકો પોતાનો પ્લાન બદલી શકે છે. જો રાઇડ શેરિંગ દ્વારા સસ્તા અને સુવિધાજનક સફરના ઓપ્શન મળતા હોય તો તેઓ આ અંગે વિચારવા તૈયાર છે.

You might also like