વેટના નવા રજિસ્ટ્રેશન નંબર મેળવવામાં વેપારીઓને મુશ્કેલી

અમદાવાદ: પાછલા કેટલાક સમયથી પાન-મસાલાના વેપારીઓ દ્વારા વેટના ખોટા રજિસ્ટ્રેશન નંબર મેળવી અને મોટા પ્રમાણમાં કરચોરી હાથ ધરાઇ હતી, જેમાં કરોડો રૂપિયાના ખોટા રિફંડ પણ ચૂકવાઇ ગયા હતા. એટલું જ નહીં ડિપાર્ટમેન્ટ દ્વારા રદ થયેલા ટિન નંબરોનો પણ ઉપયોગ થતો હોવાનું પકડી પાડ્યા બાદ ડિપાર્ટમેન્ટ દ્વારા નવા રજિસ્ટ્રેશન નંબર મેળવવા માટેની કાર્યવાહી સખત બનાવતા જેન્યુઅન વેપારીઓની મુશ્કેલીઓ વધી રહી છે.

ડિપાર્ટમેન્ટ દ્વારા વેપારીઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા જરૂરી દસ્તાવેજોનું ક્રોસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં ક્યાંક ત્રૂટિઓ હોય તો ડિપાર્ટમેન્ટ દ્વારા નવા રજિસ્ટ્રેશન નંબર આપવામાં આનાકાની કરવામાં આવે છે.

ખાસ કરીને પાન-મસાલા તથા મોબાઇલના ડીલર્સ દ્વારા નવા રજિસ્ટ્રેશન નંબર મેળવવા ડિપાર્ટમેન્ટ દ્વારા કડક ચકાસણી હાથ ધરાઇ રહી છે અને તેને લીધે વેપારીઓને મુશ્કેલીઓ અનુભવવી પડી રહી છે.

You might also like