જીએસટી માટે ટ્રેડર્સ એસોસિયેશન પાઠશાળા શરૂ કરશે

નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં નાના વેપારીઓને ઓનલાઇન પ્રક્રિયામાં મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એસોસિયેશન દેશભરમાં જીએસટી માટે પાઠશાળા શરૂ કરશે, જેમાં ટેક્સ માટે ઓનલાઇન પ્રક્રિયાની જાણકારી તથા વેપારીઓને કાયદા સંબંધી આંટીઘૂંટીના પાઠ પણ શીખવાડવામાં આવશે.

નાના વેપારીઓને ઓનલાઇન પ્રક્રિયા સમજવામાં મુશ્કેલી પડી રહી છે. ટ્રેડર્સની આ મુશ્કેલી હળવી કરવા કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એસોસિયેશને એકાઉન્ટિંગ સોફ્ટવેર બનાવતી ટેલિ સોલ્યુશન સાથે સમજૂતી કરી છે. જેમાં ટેલિ અને ટ્રેડર્સ એસોસિયેશન ઇલેક્ટ્રોનિક પેમેન્ટ, ઓનલાઇન રિટર્ન તથા કાયદા અંગેની સમજણ પણ વેપારીઓને પૂરી પાડશે. ટ્રેડર્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે હાલ ૭૦ ટકા વેપારી ઓનલાઇન પ્રક્રિયાથી અળગા છે. આવા સંજોગોમાં આ પ્રકારની પાઠશાળા જીએસટીના પાઠ ભણવા માટે મદદરૂપ થશે.

You might also like