ટ્રેડર્સ એસોસિયેશન આવતી કાલથી જીએસટી અંગે દેશભરમાં જાગૃતિ અભિયાન

મુંબઇ: કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એસોસિયેશન-ક્રેઇટ દેશભરમાં આગામી એપ્રિલ-૨૦૧૭થી આવી રહેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાયદા અંગે વેપારીઓમાં જાગૃતિ આવે તે માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન આવતી કાલે મુંબઇથી શરૂ કરશે. આગામી ૨૦ ડિસેમ્બર સુધી ચાલનારા આ જાગૃતિ અભિયાનમાં વેપારીઓને ટેક્િનકલ પણ સમજણ આપવામાં આવશે. આ માટે કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એસોસિયેશને અગ્રણી એકાઉન્ટિંગ સોફેટવેર બનાવતી કંપની તેલી સોલ્યુશન સાથે સમજૂતી પણ કરી છે. ક્રેઇટ અમદાવાદ સહિત દિલ્હી, ચેન્નઇ, કોલકાતા, હૈદરાબાદ, પુણે, નાગપુર એમ દેશનાં ૩૩ મુખ્ય શહેરમાં જીએસટી અંગે સંમેલન આયોજિત કરશે.

ક્રેઇટના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે આ અભિયાન અંતર્ગત વેપારીઓમાં જીએસટી અંગે જાગૃતતા આવે તે માટે સમજણ આપવામાં આવશે એટલું જ નહીં વર્તમાન વ્યવસ્થામાં વેપારીઓને શું ફેરફાર લાવવો પડશે તેની પણ માહિતી અપાશે.

You might also like