હડતાળનાં પગલે 18 હજાર કરોડ રૂપિયાનો આર્થિક ફટકો

લખનઉ : ટ્રેડ યુનિયન્સની તરફથી આહ્વાહિત દેશવ્યાપી બંધનાં કારણે 18હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. એસોચેમે કહ્યું કે શુક્રવારે થયેલી આ હડતાળનાં કારણે ટ્રેડ, ટ્રાંસપોર્ટ, બેંકિંગ સર્વિસિઝ અને મહત્વપુર્ણ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ જેવા સેક્ટર્સને 16 હજારથી 18 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે છે.

એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ કહ્યું કે ભારતનો જીડીપી ગ્રોથમાં આ પ્રકારની હડતાળ નુકસાનકારક સાબિત થઇ શખે છે. એસોચેમનાં અનુસાર દેશની જીડીપી ગ્રોથમાં વધારા માટે મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગને ગતિ આપવી પડશે અને સર્વિસ સેક્ટરમાં પણ આગળ વધવું પડશે.

ઇન્ડસ્ટ્રી બોડીએ કહ્યું કે પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટરમાં પ્રોડક્શન અટકવા અને ટ્રાંસપોર્ટ સર્વિસ અટકવાનાં કારણે ગ્રોથની ગતિ અટકી શકે છે. એસોચેમનાં જનરલ સેક્રેટરી ડીએસ રાવતે કહ્યું કે, ટ્રેડ, ટ્રાંસપોર્ટ અને હોટલ વેપાર દેશની જીડીપીમાં મોટી ભાગીદારી ધરાવે છે. તે ઉપરાંત બેંકિંગ સહિત આર્થિક સર્વિસનું પણ તેમાં મોટું યોગદાન રહે છે. આ બંન્ને સેક્ટર હડતાળનાં કારણે ખાસ પ્રભાવિત થયા છે.

રાવતે કહ્યું કે ગ્રોથ ધીમો ન પડે તેનાં માટે જરૂરી છે કે ટ્રેડ યુનિયન્સને સરકારની સાથે મંત્રણા કરવા માટે આગળ આવવું જોઇએ. રાવતે કહ્યું કે ઇન્ડસ્ટ્રી યોગ્ય મજુરી અને સારી જીવનશૈલીનાં વિરોધમાં નથી પરંતુ લધુતમ મજુરીની માંગ સંતુલીત હોવી જોઇએ. આ પ્રકારની હડતાળથી દેશને નુકસાન થાય છે. તેમ મજુરોને પણ નુકસાન થાય છે. ફાયદો કોઇને નથી.

You might also like