દર મહિને પ્રતિ સિલેન્ડર ચાર રૂપિયા વધશે LPG ના ભાવ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારએ સબ્સિડી પર મળનારી LPG ના ભાવ પ્રતિ મહિના પ્રતિ સિલેન્ડર પર ચાર રૂપિયા વધારવા માટેની વાત કહેવામાં આવી છે.

ઓઇલ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે આવું કરવાનો હેતુ આગામી વર્ષમાં માર્ચ સુધી પૂરી સબ્સિડીને ખતમ કરવાનો છે.

પહેલા પણ સરકારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેળ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનથી સબ્સિડીઝ LPG ના ભાવમાં દર મહિને 2 રૂપિયાનો વધારો કરવા માટે કહ્યું હતું.

ધર્મેન્દ્ર પ્રધાનએ આ જાણકારી લોકસભામાં એક લિખિત જવાબમાં આપી. પ્રત્યેક પરિવારને એક વર્ષમાં 12 સિલિન્ડર સબ્સિડી સાથે મેળવવાની મંજૂરી છે. આ સીમા બાદ બજાર મૂલ્ય પર સિલેન્જર ખરીદવાનો હોય છે.

http://sambhaavnews.com/

You might also like